________________
2. સખ્યારિત્ર વિભાગ છે
"जे भिक्खू-एयं किमिकुलणिलयं सउणसाणाइभत्तं सडण-पडणविद्धंसणधर्म असुई असासयं असारं सरीरंग आहारादीहिं णिञ्चं चेहेजा ! णो णं-इणमो भवसय-सुलद्ध
વોર-ત-ન્હામણુકા !!! દારૂછે!!”
શ્રી મહાનિશીથસૂત્ર અધ્ય. ૩ સુ. ૩૮ સંયમની સુંદર સાધના સારૂ સદા સ્મૃતિમાં
રાખવા જે મુદ્રાલેખ “જે સાધુ આ કીડાઓના સમૂહનું ઘર કૂતરાં-પંખીના ભક્ષ્યરૂપ સડણ-પડણ અને નાશ આદિના ધર્મવાળા શરીરને જ સારા-સારા આહાર આદિથી લાલન-પાલન કરે, પણ–
સેંકડો જન્મમાં પણ ન મળે તેવી દુર્લભ જ્ઞાનાદિ રત્નત્રયીની આરાધનાના અનન્ય સાધનરૂપ મુક્તિના સર્વોત્કૃષ્ટ અંગભૂત-માનવશરીરથી કર્મોના તીવ્ર બંધનેને મૂળથી નષ્ટ કરનાર જિનાજ્ઞાની પરિપાલના ઉગ્ર તપ અને શુદ્ધ સંયમની આચારણું નથી કરતે–તે સાધુ ચેષ્ટાકુશીલ જાણ.” *