________________
શ્રમણ ધમ કે?
૭ –તઓ-પથ્ય-મિત-હિતકારી અને વીતરાગ પ્રભુની આજ્ઞા-મર્યાદાને નહિં ઓળંગનારું અવસરેચિત બેલવું.
૮ –બાહા પ્રતિભાસિક શરીરાદિની પવિત્રતા કરતાં વધુ મહત્ત્વવાળી અને આદર્શ કરણીયરૂપ આંતરિક પ્રવૃત્તિ એની પવિત્રતા માટે જાગરુક રહેવું. મૈત્રી આદિ ભાવનાઓથી વિશુદ્ધ અંત:કરણવાળા બનવું.
આરિ–નિષ્પરિગ્રહતા, મૂચ્છ-મમત્વભાવ ઉત્પન્ન થાય તેવા મેહક પદાર્થોનું ગ્રહણ ન કરવું, ધર્મના ઉપકરણને પણ વધુ પડતું (જરૂરિયાત સિવાય) સંચય ન કર.
૨૦ ત્રાજ–વ્યાવહારિક સ્ત્રીપુરુષ સંયોગરૂપ મૈથુનને સર્વથા ત્યાગ કરી આત્માની ચિરવિશુદ્ધ સાહજિક જ્ઞાનાદિ ગુણના આસેવનરૂપ દશામાં રમણતા મેળવવા પ્રયત્નશીલ થવું.
ઉપર મુજબ આદર્શ સાધુતાના મૂલસ્તંભરૂપ દશ પ્રધાનગુણેને લક્ષ્યમાં રાખી જીવનમાં યથાશય પ્રયને તેઓને ઉતારવા પ્રયત્નશીલ થવા માટે નીચેનું લખાણ ધ્યાનપૂર્વક વાંચવાની જરૂર છે.