________________
છે. સદ્દધર્મ યાને દશ યતિ-ધર્મ છે ૧. ક્ષમા –હું ક્ષમાશ્રમણ છું તે મારે ક્રોધ ન કરતાં ક્ષમાં રાખવી જોઈએ.
જિનવચનની ભાવનાથી ક્રોધને ઉઠવા જ દે નહિ, અથવા જાગેલા ક્રોધને નિષ્ફળ કર તેને ક્ષમા કહેવાય છે.
૨. નમ્રતા–પૂર્વ પુરૂષસિંહેના ગુણે, શક્તિ, સાધનાને વિચાર કરી પિતે ગમે તે જ્ઞાની કે તપસ્વી હોય તે પણ અભિમાન ન કરતાં નમ્રતા રાખવી જોઈએ.
૩. સરળતા–હું સાધુ છું તે મારે શિયાળની જેમ માયાકપટ ન કરાય. જેવું હૈયામાં હોય તેવો દેખાવ રાખવો જોઈએ. આત્મશુદ્ધિ સરળ આત્માની જ થાય છે. સરળતા છે ત્યાં જ આત્મસાધના છે
૪. સંતેષ –આગમનીતિ મુજબ શુદ્ધ ગવેષણ (ધ) કરતાં કરતાં જે કઈ સુરૂપ, કુરૂપ, સારી-નરસી વસ્તુની પ્રાપ્તિ થાય તેમાં જ સંતેષ રાખી સંયમનિર્વાહ કરે જોઈએ. અયોગ્ય તૃષ્ણને ત્યાગ તે સંતોષ.
૫. તપ-સાધુ તે તપસ્વી કહેવાય તેથી દેહની અસ્થિરતા અને સકામ નિર્જરને મહાન લાભ જાણું ગુરુ આજ્ઞા મુજબ શક્તિ ગોપવ્યા વિના બાહ્ય-અત્યંતર તપ કરવો તે.