________________
૭૧
તીર્થકર થયા, તેમને કદંબ નામના ગણધર હતા. શ્રી નિર્વાણ પ્રભુના ઉપદેશ વચનથી તે ગણધર આ તીર્થ ઉપર આવ્યા અને ચિત્તના અતિ ઉલ્લાસ સહિત અનશન તપ આદરીને આ તીર્થ પર મુક્તિપદ પામ્યા, તે કારણથી આ તીર્થનું કદંબગિરિ એ નામ પ્રસિદ્ધ થયું છે.
શત્રુજ્ય મહાભ્યમાં આવતી વીશીના ચાવીશમા શ્રી સંપ્રતિ પ્રભુના શ્રી કદમ્બ ગણધર છે એમ ઉલ્લેખ છે. ઉંચી ટેકરી ઉપર પ્રાચીન દેરી છે. જેમાં શ્રી કષભદેવ પ્રભુના તથા શ્રી કદમ્બ ગણધરના પ્રાચીન પગલા બિરાજમાન છે.
વિક્રમ સંવત ૧૧૫૮માં આચાર્ય શ્રી દેવભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પ્રાકૃતમાં રચેલ શ્રી કથાનકેષ ગ્રંથ જેનું આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે સંશોધન કરેલ છે તેમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે.
“સૌરાષ્ટ્ર દેશમાં કદંબગિરિ નામને પર્વત છે અને ત્યાં લાલ દૂધવાળા શેરના વૃક્ષે છે. તેના પ્રાગથી સુવર્ણ સિદ્ધિ થાય છે. અત્યારે પણ સંહણી તથા બ્રક્વદંડિકા વગેરે પ્રભાવશાળી ચમત્કારી ઔષધિઓ વિદ્યમાન છે.
આ શ્રી પરમ પાવન તીર્થ શ્રી કદમ્બગિરિ તીર્થનું મહા મહિમા–શાળી વર્ણન શ્રી કષભદેવ પ્રભુના શ્રી શ્રીનાભ નામના ગણધર ભગવતે શ્રી કષભદેવ પ્રભુના પુત્ર પ્રથમ ચકી શ્રી ભરત મહારાજને કહી સંભળાવ્યું હતું.