________________
so
છે તેમ આ તીર્થ પરની ઔષધિઓ અમૃતસમાન છે. આ શિખર પણ સર્વ પાપને નાશ કરનારું છે. અહીં સદાકાલના છાયાવૃક્ષે અભીટ પદાર્થ આપે છે.
આવા મહિમાવંત ગિરિ પર ભરતચક્રવર્તીએ અનેક વૃક્ષેથી વ્યાપ્ત ધર્મનામના ઉદ્યાનમાં ભાવી તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાનને પ્રાસાદ કરાવ્યું. આ કદમ્બગિરિ રાજથી જેનું દારિદ્રય દૂર થયું નથી તે જીવ મહાભાગ્યહીન હશે. પુણ્યશાળ, ભાગ્યશાળી-જીવ ઉપર આ શ્રી કદમ્બગિરિ રાજ તુટમાન થાય તેને રિદ્ધિ-સિદ્ધિ ને સુખ-શાંતિ મળે છે.
શ્રી શકુંજય ગિરિના પાંચ શિખરે
શ્રી તાલધ્વજગિરિ, હિતવ્યગિરિ, કોટિનિવાસગિરિ કદમ્બગિરિ, અને ઢંકગિરિ–એ પચે સજીવન કૂટો છે અને પવિત્ર અને પ્રભાવવાળા છે.
તેમાં આ કદમ્બગિરિ ફૂટ-શિખર નિર્મળ અને ચમત્કારવાળું છે. એની આરાધના કરવાથી અનેક ચમત્કારવાળી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે તેમજ અહીં ચમત્કારી ઔષધિઓ હોવાથી અનેક રોગોને નાશ કરનાર છે. સર્વ પાપરૂપી પર્વતને ભેદવામાં વા સમાન છે.
શ્રી સિદ્ધગિરિની ૬ ગાઉ તથા ૧૨ ગાઉની પ્રદક્ષિણામાં સૌથી પ્રથમ શ્રી કદંબગિરિ આવે છે.
આ કદંબગિરિ તીર્થનું નામ બીજી રીતે પણ સુપ્રસિદ્ધ છે. ગઈ ચોવીશીમાં શ્રી નિર્વાણીજીન નામના બીજા