________________
૩૩
આપના મહાન તપનું આજે પારણું થયું હશે. આપના સંયમપૂત અને તપઃપૂત દેહે નિરામયતા હશે. સદૈવ આપના સંયમ સાધક શરીરને સુચારુતા ઝંખુ છું.
આવું મહાન તપ કરીને વિશ્વભરમાં આપે જિનશાસનની અભૂત પ્રભાવના કરી છે. ભેગની ભયંકર ભૂખથી ઉભરાઈ ગયેલા જગતમાં આપે તપસ્વી અને આદર્શ સાધુ રત્ન તરીકે એક દિવ્ય આદર્શ ખડો કર્યો છે. આપના એ તપધર્મને અને આત્મ કલ્યાણના એક માત્ર આકાંક્ષી આત્માને મારા અને મારા સહુ શિષ્ય પરિવારના અગણિત વંદન છે ! કૃપાળુ ! એવી આશિષ વર્ષાવશે, જેથી અમે ય આપની જેમ તપની આરાધનાના આરાધક બનીએ. પૂજ્યપાદુ શાસનપ્રભાવક આચાર્યદેવશ્રી વિજય મેરાપ્રભસૂરીશ્વરજી મ. ને અમારી કોટિશઃ વન્દના વિદિત કરશે.
લી. ચંદ્રશેખર વિજયને વંદન
મહુવા બંદરે પૂજ્ય આ. ભ. શ્રી વિજ્ય મેપ્રભસૂરીશ્વરજી મ.ની શુભ નિશ્રામાં.
પૂજ્ય મુનિરાજ રત્નાકર વિજયજી મહારાજે કરેલ ૧૦૮ ઉપવાસની મહાન તપશ્ચર્યાને અનુલક્ષી બ્રહદ્ મુંબઈના શ્રી સંઘે અને સંસ્થાઓને ઉપક્રમે શ્રી ગેડીજી જૈન ઉપાશ્રય મુંબઈમાં મળેલ ચતુર્વિધ શ્રી સંઘની જાહેર સભામાં કરવામાં આવેલ.