________________
૩.
. આવા કપરા કાળમાં આ મહાન તપ ભલભલાના શિર મૂકાવે છે. જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. મહુવા શ્રી સંઘને પણ સહસશઃ ધન્યવાદ છે કે તેઓને આ પ્રસંગ ઉજવવાને મહા અલભ્ય લાભ મળ્યો છે.....ઉગ્ર તપસ્વી મુનિરાજ શ્રી રત્નાકરવિજયજીને અમારા હાર્દિક અભિનંદન પૂર્વક સુખશાતા પૃચ્છા વિદિત કરશે. આ પ્રસંગ હજારો નહીં બલકે લાખ આત્માઓને અનમેદનીય બનેલ છે. પરમ પૂજ્ય પરમોપકારી શાસનસમ્રાશ્રીન પુણ્ય પ્રભાવ સામ્રાજ્યનો અજોડ પ્રભાવ ને પ્રતાપ હતું અને આથી વિશેષ પ્રસરેલ છે.... આવી ઉગ્ર તપશ્ચર્યાથી આપણા સમુદાયનું ગૌરવ અભિવૃદ્ધિ પામેલ છે, એટલું જ નહીં, પરંતુ જૈનશાસનની મહાન પ્રભાવના વિશ્વભરમાં પ્રસારી તપસ્વીજીએ અમર નામના મેળવી છે.
શ્રીપાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ-૬.
આસો વદ-૬. અમદમાદિ ગુણગુણ વિભૂષિત શાસનપ્રભાવક પૂ. આ. મ. શ્રીમદ્ વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. ની સેવામાં.
વિજ્ય ભુવનભાનુ આદિની સવિનય વંદના... ઉગ્ર તપસ્વી મુનિપુંગવશ્રી રત્નાકરવિજયજીની ૧૦૮