________________
નવપદની ઓળી તપ
૩૩૫ હવે ધવળને થયું કે શ્રીપાલને મારી નાખું તે તેની ઋદ્ધિસિદ્ધિ, અઢીસે વહાણ ને તેની પત્ની પણ મારી બને. તેણે યુક્તિ કરી. વહાણ ને છેડે માચડો બાંધી શ્રીપાલકુમારને આશ્ચર્ય જોવા માટે આવવાનું કહી, તેમને ધક્કો મારી સમુદ્રમાં પાડ્યા અને પછી દંભ કર્યો કે-કુમાર અચાનક માંચડે તૂટતાં સમુદ્રમાં પડી ગયા છે.
શ્રીપાળકુમાર ઈષ્ટદેવનું સ્મરણ કરતાં, પુન્ય પસાયથી કોંકણને કિનારે નીકળે. ચંપાના ઝાડ નીચે જઈ સૂત, તેવામાં રાજાની કુંવરી તેની સખીઓ સાથે ત્યાં આવો ચઢી અને નિશાની પ્રમાણે બધું બરાબર મળી આવતાં તેણે શ્રીપાલકુમારને પિતાને ભાવી સ્વામી તરીકે સ્વીકાર્યો. રાજાને સર્વ હકીકત સંભળાવી અને જ્યોતિષીના વચન પ્રમાણે રાજાએ ધામધૂમથી પોતાની કન્યા તેને પરણવી.
આ બાજુ ધવલશેઠે શ્રીપાળની પત્નીને હેરાન કરવા ઉપાય કર્યો પણ નિષ્ફળ નીવડે. મુસાફરી કરતાં પવનના તેફાનને કારણે જે બાજુ જવું હતું, તે દિશામાં વહાણો ન ચાલતાં કંકણને કિનારે આવી ચઢયાં. શેઠ ભેટશું લઈ રાજસભામાં ગયા ત્યાં તે શ્રીપાળને રાજસભામાં બેઠેલે જે.
શ્રીપાળને જોતાં જ ધવલશેઠના હૃદયમાં તેલ રેડાયું. ધવલશેઠ શ્રીપાલને હલકો ચિતરવા પ્રપંચ રચ્યું. એક ડુંબને મેટા ઈનામની લાલચ આપી કહ્યું કે–તારે ભરસભામાં શ્રીપાળને તારા પુત્ર તરીકે ગળે વળગી પડવું. એટલે રાજાને તેના પર ક્રોધ ઉપજશે જેથી તેને દેહાંત દંડ આપશે.