SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ તપોરત રત્નાકર પચ્ચીશ અધ્યયના છે. પદ્મ સંખ્યા ૧૮૦૦૦ અઢાર હજાર છે. પદ્મના પ્રમાણ સંબંધી મતમતાંતર પ્રત્રતે છે. સેનપ્રશ્નમાં ત્રીજા ઉલ્લાસના ૮૨ મા પ્રશ્નોત્તરમાં શ્રીવિજયસેનસૂરિ મહારાજે જણાવેલ છે કે-૫૧૦૮૮૪૬૨૧૫ શ્ર્લોકનુ એક પદ થાય. શ્રી ક ગ્રન્થવૃત્તિ તેમજ શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં ૫૧૦૮૮૬૮૪૦ શ્લોક તેમજ ૨૮ અક્ષરપ્રમાણને એક પદ-પ્રમાણ જણાવેલ છે. ૨. સૂત્રકૃતાંગ-જીવાદિક અનેક વિચારાનું વર્ણન છે. અધ્યયન ત્રેવીશ છે. પદ્મ પહેલાં સૂત્ર કરતાં ખમણી એટલે ૩૬૦૦૦ હજાર છે. સૂત્રકૃતાંગના ગારમાં અધ્યયનમાં ૩૬૩ પાખડીએનું વર્ણન છે તેના પ્રકારો આ પ્રમાણે સમજવા. ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી, ૩૨ વિનયવાદી. ક્રિયાવાદીના ૧૮૦ ભેદ આ પ્રમાણે-જીવાદિ નવ પદાર્થને સ્વતઃ પરતઃ એ ભેદે ગુણતાં ૧૮, તેને નિત્ય અને અનિત્ય એ ભેદે ગુણતાં ૩૬, તેને કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્મા એ પાંચ ભેદે ગુણતાં ૧૮૦ભેદ થયા. અક્રિયાવાદના ૮૪ ભેદ-જીવાઢિ સાત પદાર્થને સ્વત: ને પરતઃ એ ભેદે ગુણતાં ૧૪ ભેદ થયા. તેને કાળ, ચદૃચ્છા, નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્મા એ છ પ્રકારે ગુણતાં ૮૪ ભેદ થયા.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy