________________
૨૭૮
તપોરન રત્નાકર
વર્તમાન ચોવીશીના અઢારમાં શ્રી અરનાથ ભગવંતની દીક્ષા, ઓગણીસમા શ્રી મલ્લિનાથ ભગવંતને જન્મ, દીક્ષા ને કેવળ તેમજ એકવીસમા શ્રી નેમિનાથ ભગવંતને કેવળ -આ પ્રમાણે પાંચ કલ્યાણક તે દિવસે થયેલા છે. આવી જ રીતે પાંચ ભરત અને પાંચ એરવત દશ ક્ષેત્રને વિષે પાંચ પાંચ કલ્યાણક થયા છે એટલે ૫૦ કલ્યાણક થયા. તે પ્રમાણે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળની ગણત્રીએ દોઢ કલ્યાણક થાય છે. નેવું તીર્થકરના દોઢસો કલ્યાણકો આ જ પુનિત દિવસે થતાં હોવાથી આ દિવસનું માહાત્મ્ય અપૂર્વ છે.
ભગવંતના મુખથી આ દિવસનું માહાત્મ સાંભળી કૃષ્ણ પુનઃ પ્રશ્ન કર્યો કે હે ભગવંત ! આ મૌન એકાદશીના આરાધનથી કેને કેવી અદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થઈ તે આપ જણાવે. શ્રી નેમિનાથ ભગવંતે આ સંબંધી સુવ્રત શ્રેષ્ઠીની કથા વર્ણવતાં કહ્યું કે
ધાતકીખંડના ઈસુકાર પર્વતની દક્ષિણ દિશામાં વિજય નામના નગરને વિષે પૃથ્વી પાળ રાજાને ચંદ્રાવતી નામની રાણી હતી. તે નગરમાં સુર નામને શ્રેષ્ઠી હતી, જેને જૈન ધર્મને વિષે અતિશય અનુરાગ હતે. તે જિનભક્તિમાં અનુરક્ત હતા, અઢળક સંપત્તિને માલિક હતા અને સંસારમાં જે કંઈ સુખ કહેવાય તે સર્વ પ્રકારે સુખી હતે.
એક્યા રાત્રિને વિષે સૂર શ્રેષ્ઠીને વિચાર ઉભા કે મારી પાસે અઢળક ધન-સંપત્તિ છે, તે ગુરુમહારાજને