SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ તપોરન રતનાકર વારિધારોચારણ, મર્કટતત્ચારણ, વાયુચારણ વિગેરે આ લબ્ધિનાં અનેક પ્રકારે છે. ૧૧. આશીવિષ લબ્ધિ-મુનિવરના દાંત-દાઢમાં ઝેર જેવી શક્તિ ઉત્પન્ન થાય છે, જેથી અન્યને શિક્ષા કરવા માટે દાંત દેતાં-કરડતાં પ્રાણી તત્કાળ મૃત્યુ પામે છે. ૧૨. કેવળ લબ્ધિ -જે જ્ઞાનવડે લેક અને અલેકનાં સર્વ પદાર્થોના સર્વ ભાવ-પર્યાયે જાણવાની શક્તિ. આ લબ્ધિના પ્રભાવથી ઇંદ્રિય અને મનની મદદ વિના આત્મા સાક્ષાત્ –પ્રત્યક્ષ જાણે-દેખે. ૧૩. ગણધર લબ્ધિ-જેનાથી ગણધરપણું પ્રાપ્ત થાય. ૧૪. પૂર્વધર લબ્ધિ -ચૌદપૂર્વનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય. ૧૫. તીર્થકર (અરિહંત) લબ્ધિ-તીર્થકરપદની પ્રાપ્તિ થાય. ૧૬. ચક્રવર્તી લબ્ધિ-ચક્રવર્તી પદની પ્રાપ્તિ થાય. છ ખંડનું રાજ્ય, ચૌદ રત્ન, નવ નિધિ વિગેરેની ચક્રવર્તીને પ્રાપ્તિ થાય છે. ૧૭. બળદેવ લબ્ધિ -બળદેવ પદવીની પ્રાપ્તિ થાય છે. તે વાસુદેવના વડીલ બ્રાતા હોય છે. ૧૮. વાસુદેવ લબ્ધિ-વાસુદેવપણાની પ્રાપ્તિ થાય. વાસુદેવને ત્રણ ખંડનું રાજ્ય હોય છે. તેમને ચક્ર વિગેરે સાત રત્નની પ્રાપ્તિ થાય છે. અમૃતાશ્રવ લબ્ધિ-અમૃત જેવાં વચને હોય તે
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy