SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ સ્થાનક તપ ૨૩૩ વીશ સ્થાનકતપના આરાધનથી તેવું મુક્તિનું સુખ પ્રાપ્ત કરી શકાય છે. ચાલુ અવસર્પિણી કાળના ચેશ તીર્થકર ભગવંતેએ પોતાના પૂર્વભવમાં આ સ્થાનકનું આરાધના કરીને જ જિનનામ કમ ઉપાર્જન કર્યું હતું. તીર્થકર ભગવંન થનાર પ્રત્યેક જીવ ઓછાવત્તા અંશે વીશસ્થાનક તાપદનું અવશ્ય આરાધન કરે છે. ચાલુ વીશીના પ્રથમ શ્રી રાષભદેવ ભગવંત તેમજ વીશમા શ્રી મહાવીર ભગવંતે વીશેવીશ સ્થાનકનું આરાધન કર્યું હતું અને બાકીના બાવીશ તીર્થંકર પરમાત્માએએ એક એક પદનું આરાધન કર્યું હતું. જે કઈ પ્રાણ સમ્યગરીતે વીશ સ્થાનક તપનું આરાધન કરે તે અવશ્ય શ્રી જિનેશ્વર ભગવંતની અદ્ભુત લક્ષ્મીને પ્રાપ્ત કરે. વીશ પદના આરાધન સંબંધી વિગત નીચે આપવામાં આવી છે એટલે તે પ્રત્યેક પદનું કંઈક સંક્ષિપ્ત સ્વરૂપ સમજી લઈએ. ૧. અરિહંત પદ–સવિ જીવ કરું શાસનરસી એવી ઉત્કૃષ્ટ ભાવનારૂપી ભાવદયાના પરિપાકરૂપે શ્રી તીર્થંકરનામકર્મનું ઉપાર્જન કરી, શ્રેષ્ઠકુલમાં ઉપજ, સંયમ સ્વીકારી, ઘનઘાતી કર્મોને નાશ કરી, કેવળજ્ઞાનાકિક અનંત આત્મસંપદા પ્રાપ્ત કરી, સકલ દેવેંદ્રોથી પૂજિત સમવસરણમાં વિરાજ અગ્યાનપણે ભવ્ય જીવોને પ્રતિબંધે તે શ્રી અરિહંતપદવી શ્રેષ્ઠ ઉપકારક હોવાથી આરાધવાયેગ્ય છે.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy