________________
નિર્વાણદીપક તપ
૨૨૧ વિપાકના અને પંચાવન અધ્યયન અશુભ કર્મવિપાકના કહ્યાં. તે ઉપરાંત છત્રીશ અધ્યયને પણ કહ્યા. પ્રાંતે ગનિરોધ કરી. શૈલેશીકરણ સાધી પરમાત્મા નિર્વાણ પામ્યા.
- આ પ્રસંગે ત્યાં આવેલા નવ મલકી અને નવ લચ્છવી કુલ અઢાર રાજવીઓએ પરમાત્મરૂપી ભાવ ઉદ્યોતને વિરહ થવાથી દ્રવ્ય ઉદ્યોત કર્યો અર્થાત્ અસંખ્ય દીપક પ્રગટાવ્યા. વળી તે રાત્રિએ દેવદેવીઓએ નિર્વાણ મહોત્સવ પ્રસંગે આવાગમન કર્યું હોવાથી તે રાત્રિ તિર્મય બની બની રહી એટલે ત્યારથી આ વદ ૦))ને દિવસ “દીપાલિકા-દીવાળી” તરીકે પ્રસિદ્ધિ પામે.]
वर्षत्रयं दीपमाला, पूर्व मुख्ये दिनद्वये । उपवासद्वयं कार्य, दीपप्रस्तारपूर्वकम् ॥१॥
નિર્વાણ (મોક્ષ)ના માર્ગને વિષે દીવા સમાન આ તપ હોવાથી નિર્વાણદીપક નામે કહેવાય છે. તેમાં દીવાળીની ચૌદશ તથા અમાવાસ્યા એ બને દિવસ અને રાત્રીએ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાની પાસે અખંડ ચેખા તથા અખંડ ઘીના દીવા મૂકવા. ઉદ્યાપનમાં શ્રી મહાવીરસ્વામીની મેટી: સ્નાત્રવિધિએ પૂજા કરી એક હજાર ઘીના દીવા મૂકવા. * સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ પ્રમાણે ત્રણ વર્ષ કરવાથી આ તપ પૂર્ણ થાય છે. આ તપનું ફળ મેક્ષમાર્ગની * ખીર ભરીને પાનું ગુરુને વહોરાવવું એવો પણ પ્રચાર છે.