________________
તપરના રત્નાકર
પીઠ રચે છે. ભવનપતિ દેવે પૃથ્વીથી દશ હજાર પગથિયાવડે પોંચી શકાય તેવે સુવર્ણના કાંગરાવાળે રૂપાને કિલો રચે છે. દરેક પગથિયું એક હાથ પહોળું અને એક હાથ ઊંચું હોય છે એટલે પહેલે કિલ્લે પૃવીપીથી સવા કોશ ઊંચે થાય છે. તે રૂપાના કિલાની ભીંત ૫૦૦ ધનુષપ્રમાણ જાડી અને તેત્રીશ ધનુષ્ય ને બત્રીશ આંગળ પહોળી હોય છે. તે કિલ્લામાં પૂતળીઓ અને અષ્ટ મંગલિકવાળા ચાર દરવાજા રચવામાં આવે છે. કિલ્લાને ચારે ખૂણે જમીન પર ચાર વાવડીએ રચવામાં આવે છે. પૂર્વ દિશાને દરવાજે
બરુ દેવ, દક્ષિણ દ્વારે ષટ્રવાંગ દેવ, પશ્ચિમ દ્વારે કપાલી દેવ અને ઉત્તર દ્વારે જટામુગુટધારી દેવ દ્વારપાળ તરીકે રહે છે. પહેલા કિલ્લામાં મધ્યે ચાર દરવાજા પાસે પચાસપચાસ ધનુષ્ય પ્રમાણ સરખી ભૂમિ હોય છે. આ કિલ્લામાં દેવ તેમજ મનુષ્યનાં વાહને રહે છે.
બીજે ગઢ સુવર્ણ અને રત્નમય કાંગરાવાળે તિષી દે રચે છે. તેને પાંચ હજાર પગથિયા હોય છે. તેના પૂર્વ દ્વારે જ્યા, દક્ષિણ દ્વારે વિયા, પશ્ચિમઢારે અજિતા અને ઉત્તર દ્વિરે અપરાજિતા નામની બબ્બે દેવીઓ દ્વાર પાલિકા તરીકે રહે છે. આ ગઢમાં સિંહ, વાઘ, મૃગ, સર્પ, નેળિયે, તિર્ય-ચ જાતિવૈર ત્યજીને રહે છે. આ ગઢની ઈશાન દિશામાં દેવછંદો રચવામાં આવે છે, જ્યાં દેશના બાદ પરમાત્મા આવીને વિશ્રામ કરે છે.
વૈમાનિક દેવ રત્નને અને મણિમય કાંગરાથી સુશો