________________
સામાયિકના બત્રીશ દેષ.
( ૫૩ )
૪ સામાયિકમાં શાસ્ત્રની અપેક્ષા વિના વર્લ્ડ બેલે. ૫ સૂત્રપાઠનાં વચનો સંક્ષેપ કરીને બોલે. ૬ સામાયિકમાં કેઇ સાથે કજીયે કરે. ૭ રાજકથાદિક ચાર વિકથા કરે. ૮ સામાયિકમાં કોઈની મશ્કરી કરે. ૯ સૂત્રપાઠને ઉચ્ચાર અશુદ્ધ કરે. ૧૦ ઉતાવળે સૂત્રપાઠને ઉચ્ચાર કરે.
| (કાયાના ૧૨ દોષ) ૧ સામાયિકમાં પગ ઉપર પગ ચડાવીને બેસે, ઊંચે આસને બેસે. ૨ આસન વારંવાર ફેરવે, ચપળતા રાખે. ૩ મૃગની પેઠે ચારે દિશાઓ ચળવિચળ દૃષ્ટિ ફેરવે. ૪ સામાયિકમાં કાયાવડે કંઈ પાપવાળા કાર્યની સંજ્ઞા કરે. ૫ થાંભલા વિગેરેને ઠીંગણુ દઈને બેસે. ૬ સામાયિકમાં વિના કારણે હાથ-પગ સંકે ને પસારે. ૭ સામાયિકમાં આળસ મરડે, કમ્મર વાંકી-ચૂકી કર્યા કરે. ૮ આંગળી પ્રમુખના ટાચકા ફેડે. ૯ ખસ વિગેરે વલુરે, ખરજ ખણે. ૧૦ સામાયિકમાં હાથને ટેકે દઈને બેસે, લમણે અથવા ગળે
હાથ દઈને બેસે. ૧૧ બેઠા બેઠા નિદ્રા લે, કાં ખાય. ૧૨ ટાઢ પ્રમુખના કારણથી આખું શરીર ઢાંકીને બેસે.
૧૦ મનના, ૧૦ વચનના, ૧૨ કાયાના મળીને આ ૩૨