________________
ચોવીશ માંડલા.
( ૪૩ ).
ખાણને આદેશ દેશાજી ” કહી પાણહારનું પચ્ચખાણ કરે. વિહાર ઉપવાસવાળાએ તે પચ્ચખાણ કરવાનું નથી. પણ પ્રભાતે તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ લીધું હોય અને પાછું ન પીધું હોય તો આ વખતે ચઉવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરે. પછી ખમા દઈ ઈચ્છા ઉપવિ સંદિસાહું ઇચ્છે ” કહી ખમા દઈ “ઈચ્છા ઉપધિ પડિલેહું ઈચ્છું” કહી બાકી રહેલા બધા વસ્ત્રોની પડિલેહણ કરે. તેમાં રાત્રિ પોસહ કરનાર પ્રથમ કામળી પડિલેહે, પછી એક જણે દંડાસણ યાચી તેને પડિલેહી ઈરિયાવહી પડિક્કમી કાજે લેવો. પછી શુદ્ધ કરી વિધિયુક્ત પરઠવે. પછી ઈરિયાવહી કરી ગમણગમણે આવે, પછી સર્વ દેવ વાંદે.
હવે જેણે રાત્રિસિહ લીધે હોય તે સાંજના દેવ વાંધા પછી કુંડળ (રૂના પુંભડા) લઈને તથા દંડાસણ અને ચુનો નાખેલું અચિત્ત પાણું જાચી રાખીને પછી ખમા દઈ ઈરિયાવહી પડિકમીને ખમા દઈ “ઈચ્છા થંડિલ પડિલેહું? • ઈચ્છ' કહી ચોવીશ માંડલા કરે. તે ચાવીશ માંડલા આ પ્રમાણે–
ચાવીશ માંડલા. આ માંડલા રાત્રિએ વડીનીતિ લઘુનીતિ વગેરે પરઠવવા યોગ્ય જગ્યા જોઈ આવીને પ્રતિલેખન નિમિત્ત કરવાના છે. તેમાં પ્રથમ સંથારા પાસેની જગ્યાએ છ માંડલાં કરવા૧ આઘાડે આસને ઉચારે પાસવણે અહિયાસે ૨ આઘાડે આસને પાસવર્ણ અણહિયાસે ૩ આઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે