________________
પિસહ લેવાને વિધિ.
( ૪૧ ) ખમા દઈ “ઈચ્છા બહુવેલ સંદિયાહું? ઈચ્છ.' કહી ખમાત્ર દઈ “ઈચ્છા બહુલ કરશું? ઈછું.” કહી ખમા દઈ “ઈચ્છા પડિલેહણ કરૂં? ઈ’ કહીને મુહપત્તિ વિગેરે પાંચ ઉપગરણે પડિલેહવા. (મુહપત્તિ ૫૦ બોલથી, ચરવળે ૧૦ બેલથી, કટાસણું ૨૫ બેલથી, સૂતરને કંદોરો ૧૦ બેલથી અને ધોતીયું ૨૫ ઓલથી પડિલેહવું.) પછી ખમા દઈ, ઈરિયાવહી કરી, પ્રગટ લેગસ્સ કહે. પછી ખમા દઈ “ઈચ્છકારી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવો છે.” એમ કહી વડિલનું અણુપડિલીધેલ ઉત્તરાસન પડિલેહવું. પછી ખમાર દઈ “ઇચછા ઉપધિ મુહપત્તિ પડિલેહું ઇચ્છે ” કહી મુહપત્તિ પડિલેહવી. પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઉષધિ સંદિસાહું ઈચ્છે' કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઉપધિ પડિલેહું છું કહી બાકીનાં બધા વસ્ત્ર પડિલેહવા. પછી એક જણે દંડાસન જાચી લેવું, તેને પડિલેહી, ઈરિયાવહી પડિક્કમીને કાજે લે. કાજે શુદ્ધ કરીને એટલે તપાસીને ત્યાં જ સ્થાપનાચાર્યની સન્મુખ ઊભા રહીને ઈરિયાવહી પડિકામવા. પછી કાજે યથાયોગ્ય સ્થાનકે અજુગાપટ્ટ કરવા કહીને પાઠવ. પરઠવ્યા પછી ત્રણ વાર લલિતે કહેવું. પછી મૂળ સ્થાનકે આવીને ઇરિયાવહી કરી ગમણગમણે આલોવી સર્વ સાથે દેવ વાંદી સઝાય કરવી.
૧ પ્રથમથી પડિલેહણ કરી હેય તેણે અહીં વિધિ કરતાં અવિધિ થઈ હોય તેને મિચ્છામિ દુકઇ દે.
૨ કાજામાં સચિત્ત એકેન્દ્રિય (અનાજ તથા લીલી વનસ્પતિ) નીકળે તે ગુરુ પાસે આલયણ લેવી, ત્રસજીવ નીકળે તે યતના કરવી.