________________
( ૧૪૮ )
આત્મભાવના
અશાશ્વતી પ્રતિમાજી આબુ વિગેરે તીર્થોમાં ઘણી છે. આબુ અષ્ટાપદ ગિરનાર, સમેતશિખર શત્રુંજય ગિરિસાર પાંચે તીરથ ઉત્તમ ધામ, સિદ્ધિ ગયા તેને કરૂં પ્રણામ. . ૧
આબુજીમાં શ્રી આદીશ્વરજી, નેમિનાથજી, પાર્શ્વનાથજી, શાંતિનાથજી વિગેરે જિનબિંબ ઘણાં છે; વળી અનંતા જીવ મુક્તિ પામ્યા, તે સર્વેને મારી અનંતી કડાણ કેડ વાર ત્રિકાલ વંદના હજો. અષ્ટાપદજી ઉપર શ્રી આદીશ્વર ભગવાન દસ હજાર મુનિવરો સાથે મુક્તિ વર્યા. ભરત મહારાજાએ સેનાનું દેરાસર કરાવ્યું અને રત્નના ચોવીશ જિનબિંબ ભરાવ્યા. - ચત્તારિ અ દસ દેય, ચંદિયા જિવરા ચઉવસંt
પરમઠ્ઠ નિષ્ક્રિઅઠ્ઠા, સિદ્ધ સિદ્ધિ મમ દિસંતુ ૧
વળી ગૌતમસ્વામીએ પિતાની લબ્ધિએ ચડી, પ્રભુને વંદી, જગચિંતામણિ કરી, તિર્યંગસંભક દેવતાને પ્રતિબંધ કરી, પંદરસે ત્રણ તાપસને પારણું કરાવી કેવળજ્ઞાન પમાડ્યું. વળી રાવણે વીણા બજાવી તીર્થકર ગાત્ર બાંધ્યું, વળી અનંતા જીવ મુક્તિ ગયા, તે સર્વેને મારી અનંતી ક્રોડાણ છોડ વાર ત્રિકાળ વંદના હજો. ગિરનારજી ઉપર શ્રી નેમિનાથજીએ એક હજાર પુરૂષ સાથે દીક્ષા લીધી. તેમણે સંસારનું સ્વરૂપ ઘણું વિચાર્યું, જાયું. સંસારને દુઃખરૂપ, દુઃખથી ભરેલે, દુઃખનું કારણ, સાચા સુખને વૈરી, હળાહળ ઝેર જેવો અને બળતી આગ સમાન જાણી નીકળી પડ્યા. ચારિત્ર પાળી પંચાવનમે દિવસે કેવળજ્ઞાન પામ્યા. ઘણા જીને પ્રતિબધી, સાત વરસ સુધી કેવળીપર્યાય પાળી, પાંચસે છત્રીશ સાથે