________________
આત્મભાવના
મુતિ ગયા. વળી અનંતા જીવ મુક્તિ વય, તે સર્વને મારી અનંતી ક્રોડાણ કોડ વાર ત્રિકાલ વંદના હજો. સમેતશિખરજી ઉપર વીશ તીર્થકરા સત્યાવીશ હજાર ત્રણસો ઓગણપચાસ મુનિવર સાથે મુક્તિ પામ્યા, શામળા પાર્શ્વનાથજી બિરાજે છે. વળી અનંતા જીવ મુક્તિ ગયા, તે સર્વને મારી અનતી કોડાણ દોડ વાર ત્રિકાલ વંદના હજે. સિદ્ધાચલજી ઉપર શ્રી આદીશ્વર ભગવાન અનંત લાભ જાણ પૂર્વ નવાણું વાર સમોસર્યા, જિનેશ્વરનાં બિંબ ઘણાં છે. વળી અનંતા જીવ મુક્તિ વર્યા. તે સર્વને મારી અનંતી ક્રોડાણ કોડ વાર ત્રિકાલ વંદના હજો. તારંગાજીમાં શ્રી અજિતનાથ સ્વામીને મારી અનંતી કોડાણ કોડ વાર ત્રિકાલ વંદના હજો. ચંપાપુરીમાં શ્રી વાસુપૂજ્યજી મુક્તિ ગયા, વળી પાવાપુરીમાં શ્રી મહાવિરજી સિદ્ધિ વર્યા, તે સર્વેને મારી અનંતી કોડાણ કોડ વાર ત્રિકાળ વંદના હજે. નામજિણ જિણનામા, ઠવણજિણ પુણ જિર્ણિપડિયાએ દવૃદિશા જિણજીવા, ભાવજિણ સમવસરણત્થા છે ૧ છે
જિનેશ્વર ભગવાનનાં જે નામ તે નામજિન, અને જિનેશ્વર ભગવાનની જે પ્રતિમાઓ તે સ્થાપનાજિન, તેમને મારી અનંતી કોડાણુ ક્રોડ વાર ત્રિકાલ વંદના હ. દ્રવ્યજિન જેઓ તીર્થંકર પદવી ભેગવીને પોતાના શાસનના પરિવાર સાથે મુક્તિ માં બિરાજે છે, તેમને મારી અનંતી કોડાણ કોડ વાર ત્રિકાલ વંદના હજો. વળી શ્રેણિક મહારાજા પ્રમુખના જીવ, જેઓ આવતે કાળે તીર્થંકર પદવી પામશે તેમને મારી અનંતી કડાણ ક્રોડ વાર ત્રિકાલ વંદના હશે.