________________
કમબોધ-ચંથમાળા
:
૨ :
૧ પુરૂ
कुलं विश्वलाध्यं वपुरपगदं जातिरमला, सुरूपं सौभाग्यं ललितललना भोग्यकमला । चिरायुस्तारुण्यं बलमविकलं स्थानमतुलं, यदन्यच्च श्रेयो भवति भविनां धर्मत इदम् ।। વિશ્વવિખ્યાત કુલ, રોગરહિત શરીર, નિર્મલ જાતિ (પિતાને પક્ષ તે કુલ અને માતાને પક્ષ તે જાતિ), મનહર રૂપ, સૌભાગ્ય, સુંદર સ્ત્રી, ભેગવી શકાય તેવી લક્ષમી, દીર્ઘ આયુષ્ય, યૌવન, પર્યાપ્ત બેલ, અતુલસ્થાન અને બીજી પણ જે જે વસ્તુઓ પ્રાણઓને માટે ઉત્તમ ગણાય છે, તે સર્વે ધર્મથી જ પ્રાપ્ત થાય છે.
ધર્મની આ શ્રેયસ્કરતા લક્ષમાં રાખીને જ પ્રજ્ઞાનિધાન પરમપુરુષોએ કહ્યું છે કે
बावत्तरिकलाकुसला पंडिअपुरिसा अपंडिआ चेव । सबकल्लाणं पवरं, जे धम्मकलं न जाणंति ॥
સર્વ કલાઓમાં શ્રેષ્ઠ એવી ધર્મકલાને જેઓ જાણતા નથી, તેઓ તેર કલામાં કુશલ પંડિત હોવા છતાં વાસ્તવિક રીતે અપંડિતે જ છે. સારાંશ કે-મનુષ્યને બીજી બધી આવડત હોય પણ ધાર્મિક સિદ્ધાંતને જીવનમાં ઉતારવાની આવડત ન હોય તે એને સમજી, ડાહ્યો કે પંડિત ભાગ્યે જ કહી શકાય. વધારે સ્પષ્ટ કહીએ તે એક મનુષ્ય દેશનેતા ગણાતે હોય, મહાવિદ્વાનની ખ્યાતિ પામેલ હોય, કેઈ અખબારનું સંચાલન કરીને પ્રસિદ્ધ થયેલ હોય અથવા કઈ જ્ઞાતિને પટેલ હોય, કઈ સમાજને આગેવાન હોય, કે સંસ્થાને પ્રમુખ કાર્યકર્તા