________________
: ૧ :
ક્યાભર્યો. (૧) ધર્મની શ્રેયસ્કરતા. સર્વે પ્રાણીઓ સુખને ઈચ્છે છે, સુખને ચાહે છે, સુખની પ્રબલ આકાંક્ષા રાખે છે અને તે માટે વિવિધ વ્યવસાય કે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, પણ સુખની પ્રાપ્તિ તે તેને જ થાય છે કે જેણે કંઈ પણ ધર્મ સંગ્રહ કર્યો હોય. તેથી જ કહેવાયું છે કે – ग्रामो नास्ति कुतः सीमा ? पत्नी नास्ति कुतः सुतः । प्रज्ञा नास्ति कुतो विद्या? धर्मो नास्ति कुतः सुखम् १ ॥
ગામ નથી ત્યાં સીમ કેવી? પત્ની નથી ત્યાં પુત્ર કે? બુદ્ધિ નથી ત્યાં વિદ્યા કેવી? અને ધર્મ નથી ત્યાં સુખ કેવું?
राज्यं सुसंपदो भोगाः, कुले जन्म सुरूपता । पाण्डित्यमायुरारोग्य, धर्मस्यैतत्फलं विदुः ।। રાજ્ય, સુસંપત્તિ, વિવિધ પ્રકારના ભોગે, ઉત્તમ કુલમાં જન્મ, સુંદર રૂપ, વિદ્વત્તા, આયુષ્ય અને આરોગ્ય-એ સર્વે ધર્મનાં ફલ જાણવાં.