________________
પપ૬
ક્રાધાવિષ્ટ ધરણને, લોકેએ પકડી લીધે, હાથમાંથી લાકડી છીનવી લીધી. પરંતુ મર્મસ્થાનમાં લાગેલા પ્રહારોથી, શ્રીદેવી બેભાન બની ધરતી ઉપર ઢળી પડી. માથામાંથી પુષ્કળ લેહી નીકળી ગયું. આ વાત વાયુવેગે ગામમાં ફેલાવાથી, લેકેનાં ટોળે ટોળાં શ્રીધરજોષીના ઘેર ભેગાં થવા લાગ્યાં. શ્રીદેવી મડદાની માફક બેભાન મૂછિત થયેલી પડી છે, હજુ પણ મસ્તકમાંથી લેહી ચાલુ જ હતું, એકઠા થયેલા માણસે પૈકી અનુભવી વૃદ્ધપુરુષે લાગેલા ઘાવને શમાવવાના ઉપચારો કરતા હતા, પરંતુ પરિણામ જણાયું નહી. તે દરમ્યાન ગામમાં જ રહેતા હેવાથી, શ્રીદેવીનાં માતા પિતાને સમાચાર મલી ગયા, અને બધાં કાર્ય પડતાં મુકી, પુત્રીની ખબર લેવા આવ્યાં. અને શ્રીદેવીની મૂચ્છિદશા જોઈ, વળી મસ્તક લેહી લેહાણ જોઈને, બંને માણસ પિકે પિક રડવા લાગ્યાં. સગાંવહાલાઓએ દિલાસો આપી છાનાં રાખ્યાં. અને વેવાઈ વેવાણની રજા લઈ ગ્યાને મંગાવી, શ્રીદેવીને પિતાને ઘેર લઈ ગયા.
અને શહેરના સારામાં સારા નિષ્ણાત વૈદ્યોને બેલાવી, ચિકિત્સા કરાવી, બેચાર કલાકે શ્રીદેવીની મૂછવળી, આંખ ઉઘાડી, થોડું ભાન આવ્યું. માતા પિતા પાસે ધર્મ સાંભળવા માટે માગણી કરી, અને તત્કાલ સદ્ગુરુને પેગ પણ મલી ગયે. મુનિમહારાજાએ આરાધના કરાવી તે આ પ્રમાણે.
આખા સંસારચક્રમાં લાગેલા અતિચારની આલોચના કરાવી, વળી શક્તિ અનુસાર તે ઉચ્ચરાવ્યાં, ચોરાશી લાખચેનિગત સર્વજી સાથે ક્ષમાપના કરાવી, તથા હિંસાદિ અઢાર