________________
પપપ
જડેલી વીંટી, લાવીને સસરાજીના હાથમાં મુકી.
આ બનાવથી આખી જીંદગીમાં નાગિલાના પિબાર પડયા જ ન હતા, તે આજે પડ્યા, કુદાકુદ કરવા લાગી, અરેરે! આવી ચેરિટી વહુથી મારું ઘર શી રીતે ચાલશે?.
રાંડ ખચર પગી, જ્યારથી અમારા ઘરમાં આવી છે. ત્યારથી ચેરી ચેરીને, બાપનું ઘર ભરવામાં જ સમજી છે. બાઈ! હું તે રોજ કેતી આવી છું કે, આ વહુ મારા ઘરમાં ન જોઈએ, પણ મારું સાંભળે છે કે? ઘરના માણસને પણ, મારા ઉપર વિશ્વાસ નહી. અને છોકરો તે સાવ વવશેણે જ થઈ ગયું છે. ( આ પ્રમાણે નાગિલાનાં મનપસંદ ફટાણું ચાલતાં હતાં. મહાસતી શ્રીદેવી કાનના દરવાજા બંધ રાખી, ઘરનું કામ કર્યો જતી હતી, તેટલામાં ધરણ ઘેર આવ્યા. અને નાગિલાએ. સવિશેષ ઉશ્કેરાઈને, વીંટી ખેવાયાથી પ્રારંભી, શેવાશેધ, અપ્રાપ્તિ અને શ્રીદેવીએ ચારીને છુપાવ્યા સુધીના સમાચાર, ધરણને સંભળાવ્યા. અને વધારામાં શ્રીદેવી ઉપર, શેરીનું આળ ચડાવવા માટે, અને ધરણને સાચું ન લાગે તે પણ સાચું ઠસાવવા માટે, જેટલા મલ્યા તેટલા શબ્દ અને દલીલો વાપરીને, શ્રીદેવી પ્રત્યે ધરણને ખૂબ જ ઉશ્કેર્યો. ભાવિભાવની બલવત્તાએ, પોતાની પત્ની મહાસતી શ્રીદેવી ઉપર, (તેણીના વિનયાદિ ગુણે વડે) અતિ પ્રમાણ રાગ હોવા છતાં પણ, માતાની ઉશ્કેરણીને વશબનીને, જોરદાર લાકડી હાથમાં લઈને, શ્રીદેવીના મસ્તક ઉપર નિર્દયપણે પ્રહાર કરવા લાગે, ઘણુ માણસે એકઠા થઈ ગયા, અને જાણે ભૂત વળગ્યું હોય તેવા