________________
૫૫૪
નથી. પરંતુ સમભાવ, મૌનાવલંબન, મીઠું મિત અને મહામંત્રનમસ્કારને સર્વકાળ સર્વ સ્થાનમાં જાપ ચાલુ રાખ્યો હતે.
નાગણી જેવી નાગિલાસાસુને મહાસતી શ્રીદેવીની, આવીરીત ગમતી ન હતી, કારણ શ્વાનને પણ સામું ભસનાર નમતે, અફસ પૂર્વક મૌનને આશ્રય ન છુટકે લેવું પડે છે. નાગિલાએ શ્રીદેવીને ચિડાવવાનાં, બધાં જ શો અજમાવી જોયા, પરંતુ વ્યર્થ ગયાં.
એક દિવસ ધરણના પિતા અને શ્રીદેવીના સાસરા, શ્રીધરજોષીની, આંગળીની વીંટી, રાતના વખતમાં આંગળીથી સરકીને ઘરમાં કયાંક પડી ગયેલી, રાતમાં શોધવા છતાં જડી નહી. સવારમાં વહેલા ઉઠીને શેધી પણ ન જડી, અને કાર્યવશાત કયાંક જવાનું થયું ત્યારે, નાગિલાને કહેલું કે, વીંટી જડે મને આપજે.
આ બાજુ મજુરણની માફક પનર, કલાક ઘરનું કામ કરનારી, શ્રીદેવી વહેલી ઉઠીને, આખા ઘરને કચરે-પંજોઝાડુ કાઢવા લાગી. કચરો વાળતાં, સસરાજીની મુદ્રિકા શ્રીદેવીએ દેખી અને લઈ લીધી. આ વખતે સાસુ-સસરા કે પતિદેવની ઘરમાં હાજરી નહેવાથી, શ્રીદેવીએ વીંટી ઘરમાં સારા સ્થાનમાં મુકી, આવસે ત્યારે આપીશ, એમ વિચારી કચરાને ટેપલ ભરી ગામ બહાર ફેંકવા ગઈ
આ બાજુ ઘરનાં ત્રણે માણસે ઘેર આવ્યા. અને શ્રીધરજોષીએ વીંટી શોધવી શરૂ કરી. એ પ્રમાણે નાગિલા પણ શેધવા લાગી. એટલામાં શ્રીદેવી ઘેર આવી, અને પિતાને