________________
૧૫૨
લેઈને દેવાનાની કુક્ષિમાં મૂકયો.
શકા—સિદ્ધાર્થ રાજાને ક્ષત્રિય વર્ણવ્યા છે તે તમે રાજા કેમ કહો છે ?
સમાધાન—ભગવાન મહાવીરદેવના પિતા સાધારણ ક્ષત્રિય ન હતા. પરંતુ મેટા રાજા હતા. તેનું પ્રમાણ કલ્પસૂત્રમાં અનેકગણનાયક, દંડનાયક, માંડલિકરાજાએ અને પાટવી કુમારા વિગેરે હજારો મનુષ્યાથી પરિવરેલા બતાવ્યા છે. જેમની આજ્ઞામાં માંડિલકરાજાએ અને યુવરાજાએ રહેતા હોય તેમને સાધારણ ક્ષત્રિય કેમ કહી શકાય ? બીજી વાત એ પણ છે કે, ૧૮ રાજાઓના ઉપરી વૈશાલીના ચેડામહારાજા, કે જેમણે શ્રેણિકરાજાને પણ પોતાની પુત્રી આપવાની ચાખ્ખી ના પાડી હતી, તેમણે સિદ્ધાર્થ રાજાને પોતાની બહેન ત્રિશલાદેવી પરણાવ્યાં હતાં. આથી પણ સિદ્ધ થાય છે કે, તેઓ મેટા કુલવાન અને મેાટા રાજા પણ હતા.
ભગવાન ગર્ભમાં આવ્યા પછી ત્રિશલાદેવીએ (તીથંકર જન્મ સૂચક) ચૌદ મહાસ્વપ્ન જોયાં. રાજાએ અષ્ટાંગ નિમિત્તના જાણકાર નૈમિત્તિક લેાકાને ખેલાવીને, બહુમાનપૂર્વક સ્વપ્ના સાંભલાવ્યાં. બધા પડિતા એકત્ર મલી શાસ્રા દ્વારા ચૌદે સ્વપ્નના અને બરાબર વિચાર કર્યો. પછી બધાંમાંના મુખ્ય પડિતે જણાવ્યું કે, · મહારાજ! આપને ચક્રવર્તી કરતાં પણ મહાપ્રતિભાશાળી, તથા સુરાસુર-મનુષ્યની સભા ઉપર પેાતાનું વર્ચસ્વ સ્થાપનાર, ધર્મચક્રવર્તી પુત્ર થશે. અને ધમાની સ્થાપના કરી, ત્રણે લેાકના જીવાને ધર્મનું દાન આપી, લાખા આત્માઓને ધના આરાધક બનાવી, મુક્તિનું સમ્રાજ્ય સ્થાપશે, અને પેાતે મુક્તિમાં પધારશે.