________________
૧૫૩
સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નનું ફળ સાંભળી અષ્ટાંગ નિમિત્તજ્ઞાતા પંડિતોને પુષ્પ, ફલ, વસ્ત્ર, અલંકાર, ધન-ધાન્ય સુવર્ણાદિ ઘણું દાન આપી બહુમાનપૂર્વક વિદાય કર્યા.
આ તરફ મહારાણી ત્રિશલાદેવીને નિરંતર ઉચ્ચકેટીના વિચારેની ફુરણાઓ થવા લાગી. મનમાં વિચાર આવવા લાગ્યા છે. હું હાથી ઉપર બેસું, મસ્તક ઉપર છત્ર ધરાવું, ચામરો વિંઝાવું. અને દીન, અનાથ, ગરીબ, દુઃખી માણસને અવિરત દાન આપું. અને નગરમાં અને દેશમાં અમારિ પહે (બધી પ્રકારના જીવને બચાવી લેવા તે અમારી પડહ) વગાડવું.
“ઈચ્છા મહારી એમ છે, સર્વજીવ સમુદાય; સ્વાદી સુખ સંસારનાં, શીઘમેક્ષમાં જાય, બધા જીવ સંસારના, પામે સુખના પૂર; વળી રહે સહુ પ્રાણુઆ, દોષ-પાપથી દૂર,
આવા અનેક પ્રકારના શુભ વિચારેવાળાં મહાસતી ત્રિશલાદેવીએ, ગર્ભના કેઈપણ પ્રકારનાં દુઃખ ભેગવ્યા સિવાય, નવમાસને સાડા સાત દિવસ પૂર્ણ થયે છતે અને ક્ષણવાર ૌદરાજ લેકમાં સુખનું વાતાવરણ ફેલાયે છતે, ચૈત્ર સુદી
દશીની મધ્યરાત્રે, પૂર્વ દિશા જેમ શરદપૂર્ણિમાની રાત્રીમાં, મહાતેજસ્વી ચંદ્રને જન્મ આપે, તેમ સાક્ષાત્ તેજના પંજ જેવા અથવા ચંદ્રના કિરણના સમુદાય જેવા બાલપુત્રને જન્મ આપે.
પ્રભુને જન્મ થતાં તત્કાલ છપન દિશાકુમારી દેવીએ સૂતિકાગ્રહમાં આવી, અને સુગંધિ જલની અને પુષ્પની વૃષ્ટિ કરી, માતા અને ભગવાનને સ્નાન કરાવ્યું, તથા વિલેપન