________________
૧૫૧
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં છત્રીકાનગરીના સ્વામી જિતશત્રુ રાજાની ભદ્રાદેવી રાણીની કુખે, ૨૫ લાખ વર્ષના આયુષવાળા નંદન નામના પુત્રપણે ઉત્પન્ન થયા. ર૪ લાખ વર્ષ સંસારમાં રહી, વિરાગ્યપામી, સ્વપર શાસ્ત્રના પારગામી, પદિલ નામના ગીતાર્થ જૈનાચાર્ય પાસે દીક્ષા લીધી, અને તેજ દીવસથી નીચે મુજબ અભિગ્રહધારી બન્યા.
એક માસના ઉપવાસ ઉપર એક જ પારણું કરવું, અને પુનઃ એક માસના ઉપવાસ કરવા. એમ જીદગીપર્યત તપસ્યા કરવી આ રીતે ૧૧૮૦૬૪૫, અગ્યાર લાખ, એંસી હજાર, છસે પીસ્તાલીશ માસક્ષમણથી વીશસ્થાનક તપનું આરાધન કરી, જિનનામ કર્મ નિકાચિત કર્યું, નિરતિચાર ચારિત્ર પાલી; અન્ત આરાધનાપૂર્ણ સમાધિમરણ સાધી ૧૦ મા દેવલોકમાં ૨૦ સાગરોપમના આયુષવાળા દેવ થયા.
સત્તાવીશ ભવપૈકી ત્રીજા અને અઢારમા ભવમાં બાંધેલાં દુષ્ટકર્મોમાંના કેટલાંક કર્મોને તે નરકાદિ હલકા જમો મેળવી ઓછાં કર્યા. છતાં પણ કેટલાંક નિકાચિત કર્મો અવશિષ્ટ રહેલાં હોવાથી, દેવકથી ઍવીને છેલ્લા ભવમાં ભગવાનને, માહણકુંડ નામના નગરમાં, ઋષભદત્ત બ્રાહ્મણની સુશીલ પત્ની દેવાનંદાની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થવું પડ્યું.
પરંતુ વીતરાગ શાસનના પરમભક્ત ઈન્દ્રમહારાજને, આ બનાવથી ઘણું દુખ લાગ્યું. અને તેથી પિતાના આજ્ઞાવર્તી હરિછેગમેષી દેવને મકલી, ભગવાન મહાવીરદેવનાગર્ભને દેવાનંદાની કુણિમાંથી ઘણું વિનય-બહુમાનપૂર્વક લઈને, ક્ષત્રિયકુંડનામના નગરમાં રાજાધિરાજ સિદ્ધાર્થનૃપની ગુણનિધાન પટરાણી ત્રિશલાદેવીની કુક્ષિમાં મૂક્યું. અને ત્રિશલાદેવીને પુત્રીરૂપ ગર્ભ