________________
૧૨૬
અને નીતિ બન્નેને યથાયેાગ વિકસાવતાં ગૃહસ્થદશામાં વીતવા લાગ્યા. કેટલેાક કાલ ગયા પછી વિજયાદેવી મહારાણીની કુક્ષિથી ચક્રાયુધ નામે પુત્ર થયા. ને ચાગ્ય વયવાળા થયે ત્યારે પિતાએ તેને યુવરાજ પદવી આપી.
અન્યદા કેાઈવાર વજ્રનાભ રાજવી ગેાખમાં ઉભા ઉભા શહેરની શાભા જુએ છે તે. નગરમાં કોઈ જન્મે છે. કાઈ મરે છે. કાઈ રુવે છે, કેાઈ હસે છે. કાઈ વિલાપ કરે છે, કોઈના ઘેર લગ્નનાં ગીત ગવાય છે, કાઇના ઘેર મડદા પાસે છાજીમ કુટાય છે. આમ જુદી જુદી ચેષ્ટાઓ જોવાથી સસારની અસારતાનું ભાન થયું. અને વૈરાગ્ય ભાવના આવતાં જાતિસ્મરણુજ્ઞાન થયું...ગયા જન્મમાં આચરેલી પ્રત્રજ્યાનું સ્મરણ થયું અને વર્તમાન રાજ્ય અને વૈભવ ઈન્દ્રજાળજેવાં સ્વપ્ન મહેલ જેવા ભાસવા લાગ્યાં. સ્વજન-પરિજનનેા રાગ કેદખાનાના કેઢીએની મિત્રતાઈ જેવા લાગ્યા. યૌવન અને વિષયા સંધ્યાના રંગ જેવા અસ્થિર લાગ્યા.
દરિયામાં ચાલી રહેલા વહાણમાં બેઠેલા મુસાફરે જ્યાં સુધી વહાણુ આખાદ હોય ત્યાં સુધી ચેાપાટ, પાનાં વગેરે જુદી જુદી ક્રીડાઓમાં ચાલ્યા જતા ટાઈમની દરકાર કરતા નથી. પરંતુ તે જ વહાણુ જ્યારે મધ્ય દરિએ ઝોલાં ખાતું દેખાય છે ત્યારે પાતે દરિયામાં નહીં પણ મૃત્યુના મુખમાં છે. એમ એળખાય છે. અને હવે શું કરવું ? શું થશે ? હે પ્રભુ! તું ખચાવ વિગેરે વિચારના વહેણ ચાલુ થાય છે. અને આત્મભાન જાગે છે. તેમ જાતિસ્મરણના ચેાગથી રાજા વજ્રનાભ [ પાર્શ્વપ્રભુના આત્મા ] ને પ્રત્રજ્યાનું સ્મરણ થઈ આવ્યું. ગયા જન્મની પેાતાની દીક્ષાને ખ્યાલ આવ્યેા. સંસારસમુદ્રમાં બુડતા પ્રાણીને પ્રત્રજ્યારુપ