________________
૧૨૭
યાનપાત્ર વિના તરવાને–પાર ઉતરવાને બીજે ઉપાય નથી એમ નક્કી થવાથી યુવરાજ ચકાયુધ કુમારને બોલાવીને પિતાને સંયમ લેવાનો અભિપ્રાય જણાવ્યો.
ચકાયુધ કુમારને પિતાની દીક્ષાની વાત ગમી નહી. તેણે ઘણું આજીજી કરી. થોડો વખત સંસારમાં રહેવા વિનવણી કરી. પરંતુ માર્ગના મુસાફરને કેણ રોકી શકે? તે જ પ્રમાણે સાચા વૈરાગી આત્માને પણ કઈ રોકી શકતું નથી. નમ્રતાપૂર્વક પુત્રે સંસારમાં રહેવાની જેટલી દલીલ કરી તે બધી સાંભળીને વિવેકી રાજા વજનાભે સમતાપૂર્વક ઉડાવી દીધી અને પ્રધાનવર્ગને બેલાવી ચકાયુદ્ધકુમાર રાજ્યાભિષેક કર્યો અને પિતાના માટે દીક્ષાની સામગ્રી એકઠી કરવા સૂચન કર્યું.
વજનાભરાજા પોતે ભાવના ભાવે છે કે, “મારા પુદય જે જાગૃત હોય તે પ્રભુ અહીં પધારે અને હું સંયમ ગ્રહણ કરું.” વજનાભ નૃપના આવા સાચા અંતરના વિરાગ્યમય વિચારે કેવલજ્ઞાનથી જાણતા ક્ષેમંકર નામના જિનેશ્વરદેવ તેમના નગરઉદ્યાનમાં પધાર્યા, અને વજનાભ રાજાએ પણ દીન, અનાથ અને ગરીબનો ઉદ્ધાર કરવાપૂર્વક ઘણું દાન આપ્યું, સાતે ક્ષેત્રમાં દ્રવ્યને સવ્યય કર્યો, અને ઘણી શાસનપ્રભાવના કરી તીર્થંકરદેવ પાસે દીક્ષા લીધી.
પ્રભુ પાસે ચારિત્ર લઈ ગ્રહણ અને આસેવન શિક્ષાને અભ્યાસ કરી, શાસ્ત્રોમાં પારંગત બની ગીતાર્થપણું પામ્યા, બાહ્ય-અત્યંતર તપને આચરતાં આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર તપસ્વી, ગ્લાન, નવદીક્ષિત, સમાનધર્મી, કુલ, ગણ અને સંઘ, આ દશેની વૈયાવચ્ચ-ભક્તિને કરતાં, ઘણું યેગ્યતા કેળવીને કઠેર