________________
૨૨૮
સ્થાન છે. મિથ્યાભિમાનની ખીણ જેવું છે. અકલ્યાણની પરંપરાનું કારણ છે. ચારે બાજુ અંધકારથી ઘેરાયેલું છે. પ્રકાશનું એક પણ કિરણ તે નગરમાં પ્રવેશ કરી શકતું નથી. અહીં રાગકેશરી રાજા રાજ્ય કરે છે.
પાંચ ઈન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ કરવી તે રાજસ પ્રવૃત્તિ હોવાથી તેને નગરની ઉપમા આપી છે. તેવી પ્રવૃત્તિ કરવી તે આત્મધન ચોરનારી હોવાથી લુંટારાની ઉપમા આપી છે. કામવિષયવાસનાદિ ચેરો છે. અને તે શહેરમાં અને તેની આજુ બાજુ ભરેલા છે. ધર્મધ્યાન આ સ્થળે ન હોવાથી આવી પ્રવૃત્તિ કરનારા પાપી જવીજ આ ભાવનામાં વસે છે. સુખ ન હોવા છતાં સુખની માન્યતા કરી તેમાં આસક્ત થવું તે મિથ્યાભિમાનની ખીણ સમાન છે. પરિણામે અકલ્યાણ-દુઃખની પરંપરા પ્રાપ્ત થાય છે. વિષય વાસનામાં અંધકારજ હૈય, ત્યાં જ્ઞાનને પ્રકાશ–આત્મ ભાનની જાગૃતિ ન હોવાથી અંધકારથી તે નગર ઘેરાયેલું છે. વિશ્વમાં પ્રવૃત્તિ કરનારને તે પ્રસંગે જ્ઞાન ભાન ન હોય એટલે પ્રકાશનું એક પણ કિરણ ત્યાં પ્રવેશ કરતું નથી એમ સૂચવ્યું છે. આવી પાંચ ઈન્દ્રિયેના વિષયવાળી પ્રવૃત્તિવાળા રાજસૂચિત્તનગરને રાજા રાગકેશરી જ હોઈ શકે. કેમકે રાગનું જ ત્યાં સામ્રાજ્ય વ્યાપી રહેલું છે.
રૌદ્રચિત્તનગર–-મહારાજા! આ રૌદ્રચિત્તનગર દુષ્ટ લેકેને રહેવાનું સ્થાન છે. અનર્થની જન્મ