________________
૨૨૯ ભૂમિ છે. નરકનું દ્વાર છે, વિશ્વને સંતાપનું કારણ છે. જીવને મારવાના, કાપવાના, ચિરવાના, પીલવાના, છુંદવાના આવા આવા પરિણામે લાગણીઓ –ભાવનાઓ અનેક જીને ભયંકર સંતાપ ઉત્પન્ન કરનારી છે. આવા ભાવો એ રૌદ્રચિત્ત નગર છે. આવા ભાવવાળા પ્રાણિઓ જ્યાં સદા વસતા હોય તે દુષ્ટ લેકેને રહેવાનું સ્થાન રૌદ્રચિત્તનગર છે.
જ્યારે કલેશની વૃદ્ધિ, પ્રીતિને નાશ, વેરની પરંપરા હૃદયની નિષ્ફરતા, વિગેરે પ્રવૃત્તિ સદાને માટે વગર અટકે થતી હોય તે અનર્થની જન્મભૂમિ એ નગર છે. પાપના બેજાથી તે જીવે છેવટે નરકની ગતિમાં જાય છે એટલે નરકે જવા માટે પ્રથમ આવા રૌદ્ર પરિણામરૂપ નગરમાં થઈને જ તે તરફનો માર્ગ જતો હોવાથી આ નગર તે નરકનું દ્વાર છે. જેને નરકે જવાનું હોય તેઓ આ નગરમાં લાંબા વખત સુધી હાજરી આપે છે. અને અહીંથી સિધા નરકમાં જાય છે, એટલે રૌદ્રચિત્ત એ નરકનું મુખ્ય દ્વાર કહેલું છે.
અત્યંત ખરાબ કાર્ય કરનારા જજ આ નગરમાં રહે છે. તેઓ પિતાને હાથે કરીને જ આવી પ્રવૃત્તિ કરીને દુખે વહેરી લે છે, અને તે બીજા પ્રાણિઓને દુઃખી કરવાને જ તેવી પ્રવૃત્તિ કરે છે માટે ત્યાંના લેકે વિશ્વના જેને સંતાપના કારણરૂપ છે. આના જેવું ખરાબ નગર વિશ્વમાં બીજું કોઈ નથી. અહીં દુષ્ટાભિસધિ નામને રાજા રાજ્ય કરે છે.