________________
૭૮
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ જશ - કીર્તિનોટોટો, આચારાંગની શાખ ૧૦, પાછલી રાત્રે ધર્મ જાઝિકા ન જાગે તો ધર્મધ્યાનનો ટોટો, નિશીથની શાખ ૧૧, ક્રોધ ફ્લેશ કરે તો સ્નેહભાવનો ટોટો, ચેડા કણિકની શાખ ૧૨, મન ઊંચું નીચું કરે તો અક્કલનો ટોટો, ભૃગુ પુરોહિતની શાખા ૧૩, સ્ત્રીના લાલચુને બ્રહ્મચર્યનો ટોટો, ઉત્તરાધ્યનની શાખ ૧૪, સાધુ - સાધ્વી, શ્રાવક – શ્રાવિકા માંહમાંહી હેત મેળાપ ન રાખે તો જૈન ધર્મનો ટોટો, શંખ પોખલીજીની શાખ ૧૫, સુપાત્રને ઉલ્લાસ ભાવે દાન ન આપે તો પુણ્ય પ્રકૃતિનો ટોટો, કપિલા દાસીની શાખ ૧૬, સાધુ ગામ; નગર વિહાર ન કરે તો ધર્મ કથાનો ટોટો, શેલક રાજઋષિની શાખ ૧૭, ભણે નહિ તો જિનશાસનનાં ટોટો, સમાચારીની શાખ ૧૮, વ્રત પચ્ચક્કાણની આલોયણા કરે નહિ તો મોક્ષના સુખનો ટોટો, પાર્શ્વનાથની બર્સે છપ્પન સાધ્વીની શાખ ૧૯, અરિહંત; ધર્મ ને ચાર તીર્થના અવર્ણવાદ બોલે તો સદુ ધર્મનો ટોટો, ઠાણાંગની શાખ ૨૦ સાધુનું વચન માને નહીં તો ઊંચી ગતિનો ટોટો, બ્રહ્મદત્તની શાખ ૨૧, સાધુ - સાધ્વી, ગુરુ - ગુરુણીની આજ્ઞા ઉલ્લંઘે તો આરાધકપણાનો ટોટો, સુકુમાલિકાની શાખ તથા અંધકજીની શાખ ૨૨, ભગવાનનાં વચન ઉપર શ્રદ્ધા ન રાખે તો શુદ્ધ માર્ગનો ટોટો, જમાલીની શાખ ૨૩, ભણેલું વારંવાર સંભાળે નહિ તો મેળવેલી વિદ્યાનો ટોટો, જવઋષિની શાખ ૨૪. ૨૫ પચીસમે બોલે સાડાપચીશ આર્યદેશ તથા તેની નગરીનાં નામ કહે છે, મગધ દેશ - રાજગૃહિ નગરી ૧, અંગ દેશ, ચંપાનગરી ૨, બંગદેશ - તામલિક નગરી ૩, કલિંગ દેશ - કંચનપુર નગરી ૪, કાશીદેશ - વાણારસી નગરી, ૫, કોશળદેશ - અયોધ્યાનગરી ૬, કુરૂદેશ - ગજપુર નગરી ૭, કુષાવદિશ - સોરીપુર નગરી ૮, પંચાળ દેશ - કંપિલપૂર નગરી, ૯, જંગલ દેશ - અહીંછત્રા નગરી ૧૦, કચ્છ દેશ - કૌસંબી નગરી ૧૧, સાંડીલ દેશ -