________________
છ કાયના બોલ તપસ્વી સાથે ૪, હલકા માણસ સાથે ૫, અહંકારી સાથે 5, ગુરુ સાથે ૭, સ્થવિર સાથે ૮, ચોર સાથે ૯, જુગારી સાથે ૧૦, રોગી સાથે ૧૧, ક્રોધી સાથે ૧૨, જુઠાબોલા સાથે ૧૩, કુસંગી સાથે ૧૪, રાજા સાથે ૧૫, શીતળ લેશ્યાવાળા સાથે ૧૬, તેજો લેશ્યાવાળા સાથે ૧૭, મોઢે મીઠાબોલા સાથે ૧૮, દાનેશ્રી સાથે ૧૯, જ્ઞાની સાથે ૨૦, ગુણકા સાથે ૨૧, બાળક સાથે ૨૨, એ બાવીસ. ૨૩, ત્રેવીસમે બોલે પાંચ ઈદ્રિયના ત્રેવીશ વિષય કહે છે, શ્રોતેંદ્રિયના ત્રણ વિષય, જીવ શબ્દ ૧, અજીવ શબ્દ ૨, મિશ્ર શબ્દ ૩, ચલું ઈદ્રિયના પાંચ વિષય, કાળો, ૧, પીળો ૨, લીલો ૩, રાતો ૪, ધોળો ૫, ધ્રાણેદ્રિયના બે વિષય, સુરભિ ગંધ ૧, દુરભિ ગંધ ૨, કુલ દશ. સ્પર્શ ઈદ્રિયના આઠ વિષય, તે ખરખરો ૧૧, સુંવાળો ૧૨, હલકો ૧૩, ભારે ૧૪, ટાઢો ૧૫, ઉનો ૧૬, લુખો ૧૭, ચીકણો ૧૮, રસઈદ્રિયના પાંચ વિષય તીખો ૧૯, કડવો ૨૦, કષાયેલો ૨૧, ખાટો ૨૨, મીઠો ૨૩, ૨૪ ચોવીસમે બોલે ચોવીસ તોટા કહે છે, ભણવા ગણવાની આળસ કરે તો જ્ઞાનનો તોટો, બહુસૂત્રીની શાખ ૧, સાધુ સાધ્વીનાં દર્શન ન કરે તો સમકિતનો ટોટો, સોમિલ બ્રાહ્મણની શાખ ૨, વખતસર પ્રતિક્રમણ ન કરે તો વ્રત પચ્ચMાણનો ટોટો; ઉત્તરાધ્યયન અધ્યયન ૨૫ ની શાખ ૩, સાધુ - સાધ્વી માંહોમાંહી વૈયાવચ્ચ ન કરે તો તીર્થનો ટોટો; ઠાણાંગની શાખ ૪, તપસ્યાની ને આચારની ચોરી કરે તો દેવતામાં ઊંચી પદવીનો ટોટો, દશવૈકાલિક ભગવતીની શાખ ૫, કઠણ કલુષ ભાવ રાખે તો શીતળતાનો ટોટો, સમવાયાંગની શાખ ૬. અજતનાથી ચાલે તો જીવદયાનો ટોટો; દશ વૈકાલિકની શાખા ૭, રૂપનો ને યૌવનનો મદ કરે તો શુભ કર્મનો ટોટો, પન્નવણાની શાખ ૮, મોટાનો વિનય ન કરે તો તીર્થંકરની આજ્ઞાનો ટોટો, વ્યવહાર સૂત્રની શાખ ૯, માયા કપટ કરે તો