________________
૭૬
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ શરીર વાકું રાખે તો દોષ ૮, સાધુની બરાબર રહે તો દોષ ૯ ગાડાની ઊંઘની પરે ઊભો રહે તો દોષ ૧૦, કેડેથી વાંકો ઊભો રહે તો દોષ ૧૧, રજોહરણ ઊંચો રાખે તો દોષ ૧૨, એક આસને ન રહે તો દોષ ૧૩, આંખ ઠેકાણે ન રાખે તો દોષ ૧૪, માથું હલાવે તો દોષ ૧૫, ખોખારો કરે તો દોષ ૧૬, શરીર હલાવે તો દોષ ૧૭, શરીર મરડે તો દોષ ૧૮, શૂન્ય ચિત્ત રાખે તો દોષ ૧૯. ૨૦ વીસમે બોલે વીસ પ્રકારે જીવ તીર્થંકર ગોત્ર બાંધે તે કહે છે. અરિહંતનાં ગુણગ્રામ કરે તો કર્મની ક્રોડ ખપાવે, ઉત્કૃષ્ટ રસ આવે તો તીર્થંકર ગોત્ર બાંધે ૧, સિદ્ધનાં ગુણગ્રામ કરે તો ૨, સિદ્ધાંતનાં ગુણગ્રામ કરે તો ૩, ગુરુનાં ગુણગ્રામ કરે તો ૪, સ્થવિરનાં ગુણગ્રામ કરે તો ૫, બહુસૂત્રીનાં ગુણગ્રામ કરે તો ૬, તપસ્વીનાં ગુણગ્રામ કરે તો ૭, જ્ઞાન ઉપર ઉપયોગ વારંવાર રાખે તો ૮, શુદ્ધ સમકિત પાળે તો ૯, વિનય કરે તો ૧૦, બે વખત પ્રતિક્રમણ કરે તો ૧૧, વ્રત પચ્ચક્ષ્મણ ચોખાં પાળે તો ૧૨, ધર્મધ્યાન, શુકલધ્યાન ધ્યાને તો ૧૩, બાર ભેદે તપ કરે તો ૧૪, સુપાત્રને દાન દે તો ૧૫, વૈયાવચ્ચ કરે તો ૧૬, સર્વ જીવને સુખ ઉપજાવે તો ૧૭, અપૂર્વ જ્ઞાન ભણે તો ૧૮, સૂત્રની ભક્તિ કરે તો ૧૯, તીર્થંકરનો માર્ગ દીપાવે તો ૨૦, એ વીસ. ૨૧, એકવીશમે બોલે શ્રાવકના એકવીશ ગુણ કહે છે. અક્ષુદ્ર ૧, યશવંત ૨, સૌમ્ય પ્રકૃતિ ૩, લોકપ્રિય ૪, અકુર ૫, પાપ ભીરૂ ૬, શ્રદ્ધાવંત ૭. ચતુરાઈયુકત ૮, લજ્જાવાન ૯, દયાવંત ૧૦, માધ્યસ્થદ્રષ્ટિ ૧૧, ગંભીર ૧૨, ગુણાનુરાગી, ૧૩, ઘર્મોપદેશ કરનાર ૧૪, ન્યાયપક્ષી ૧૫. શુદ્ધવિચારક ૧૬, મર્યાદાયુકત વ્યવહાર કરનાર ૧૭, વિનયશીલ ૧૮, કૃતજ્ઞ ૧૯, પરોપકારી ૨૦, સત્કાર્યમાં સદા સાવધાન ૨૧. બાવીસમે બોલે બાવીસ જણ સાથે વાદ ન કરવો તે કહે છે; ધનવંત સાથે ૧, બળવંત સાથે ૨, ઘણા પરિવાર સાથે ૩,