________________
છ કાયના બોલ
૭૫ ૬, તેઈદ્રિયની ૭, ચૌરેંદ્રિયની ૮, પંચેંદ્રિયની ૯, અજીવદાયની ૧૦, પેહા ૧૧, ઉપેહા ૧૨, પમજણાં ૧૩, પરિઠવણીઆ ૧૪ મન ૧૫, વચન ૧૬, કાયા ૧૭, એ સત્તર પ્રકારનો સંયમ. ૧૭. અઢારમે બોલે અઢાર દ્રવ્ય દિશા કહે છે. પૂર્વ ૧, પશ્ચિમ ૨, ઉત્તર ૩, દક્ષિણ ૪, ઈશાન ખુણો, ૫, અગ્નિખુણો ક, નૈઋત્ય ખુણો ૭, વાયવ્ય ખુણો ૮, તથા દિશા અને વિદિશાના આઠ આંતરા એ બધા થઈને સોળ, ઊંચી ૧૭ અને . નીચી ૧૮. અઢાર ભાવ દિશા કહે છે; પૃથ્વી ૧, અપ ૨, તે ૩, વાયુ ૪, અગ્રબીઆ ૫, મૂળબી ૬, પોરબીઆ ૭, બંધબીઆ ૮, બેઈદ્રિય ૯ તેઈદ્રિય ૧૦. ચૌરેંદ્રિય ૧૧, પચેંદ્રિય ૧૨, તિર્યંચ ૧૩, કર્મભૂમિ ૧૪, અકર્મભૂમિ ૧૫ છપ્પન અંતરદ્વીપા ૧૬, દેવતા ૧૭, નારકી ૧૮, એ અઢાર. ઓગણીસમે બોલે કાઉસગ્ગના ઓગણીસ દોષ કહે છે. ઢીંચણ ઉપર એક પગ રાખીને કાઉસગ્ન કરે તો દોષ ૧, કાયા આઘીપાછી હલાવે તો દોષ ૨, ઓઠીંગણ દે તો દોષ ૩, માથું નમાવી ઉભો રહે તો દોષ ૪, બે હાથ ઊંચા રાખે તો દોષ ૫, મોઢે, માથે ઓઢે તો દોષ ૬, પગ ઉપર પગ રાખે તો દોષ ૭, ૧. પેહ= (જોયા વગર જમીન ઉપર બેસે) જોઈને જત્નાપૂર્વક જમીન
ઉપર બેસે. ૨. ઉપેહા = શત્રુ, મિત્ર, નિષ્ઠ, અનિષ્ઠમાં રાગ-દ્વેષ ન કરવો પરંતુ
માધ્યસ્થ ભાવ રાખવો. ૩. પેમજણાં = પાત્રાદીકને બરાબર પોંજે. ૪. પરિઠવણીયા = માત આદિને વિધિએ પરઠે. ૫. અઝબીયા = જેનું બીજ અગ્રભાગમાં હોય છે તેવા કોટક આદિ. ૬. મૂળબીયા = મૂળ જ જેનું બીજ છે તે કમળકાકડી આદિ. ૭. પોરબીયા = ગાંઠમાં જ જેનું બીજ છે તે શેરડી આદિ. ૮. ખંધબીયા= થડ જેનું બીજ છે તે વડ, પીપળો વિ.