________________
૭૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ફેલાવો કરનાર હોય, ૧૩. કોઈની નિંદા ન કરે તેમજ તેમનો વાદવિવાદ ન કરે, ૧૪. ૧૫ પંદરમેં બોલે વિનીત શિષ્યના પંદર ગુણ કહે છે. ગુરુથી નીચા આસને બેસવાવાળો હોય, ૧. ચપળપણા રહિત હોય, ૨. માયા રહિત હોય ૩, કુતૂહલરહિત, હોય, ૪. કર્કશ વચનરહિત હોય, ૫. લાંબો પહોંચે તેવો ક્રોધ ન કરનાર હોય, ૬. મિત્ર સાથે મિત્રતા રાખે, ૭. સૂત્ર ભણી મદ ન કરે, ૮. આચાર્યાદિની નિંદા ન કરે, ૯. શિખામણ દેનાર ઉપર ક્રોધ ન કરે, ૧૦. પૂંઠ પાછળ વાલેસરીના ગુણ બોલે, ૧૧. કલેશ, મમતા, રહિત હોય, ૧૨, તત્ત્વની જાણ હોય, ૧૩. વિનયવંત હોય, ૧૪. લાવંત તથા ઈદ્રિયનો દમનાર હોય, ૧૫. સોળમે બોલે સોળ પ્રકારનાં વચન જાણવા તે કહે છે. એક વચન ઘટ, પટ, વૃક્ષ, ૧. દ્વિવચન ઘટી, પટી, વૃક્ષૌ, ૨. બહુવચન ઘટા , પટા , વૃક્ષા , ૩. સ્ત્રીલિંગે વચન : કુમારી, નગરી, નદી, ૪. પુરુષલિંગે વચન : દેવ, નર, અરિહંત, સાધુ, ૫. નપુંસકલિંગે વચન : કપરું, કમળ, નેત્ર, ૬. અતીતકાળ વચન (ગયો કાળ): કરેલું, થએલું, ૭. અનાગતકાળ વચન (આવતો કાળ) કરશે, થશે, ભાંગશે, ૮. વર્તમાનકાળ વચન : કરે છે, થાય છે, ભણે છે. ૯, પરોક્ષ વચનઃ એકાય તેણે કર્યું, ૧૦. પ્રત્યક્ષ વચનઃ એમ જ છે, ૧૧. ઉપનીત વચનઃ એ પુરુષ રૂપવંત છે, ૧૨. અપનીત વચન : જેમ એ પુરુષ કુરૂપવંત છે ૧૩, ઉપનીત અપનીત વચન : જેમ એ રૂપવંત પણ કુશીલીઓ છે, ૧૪. અપનીત ઉપવીત વચન; જેમ એ પુરુષ કુશીલીઓ પણ રૂપવંત છે, ૧૫. અધ્યાત્મ વચન : ભગ્ન બોલે (તુટેલું વચન) રૂ. વાણીઆની પેરે રૂ પા. ૧૬, સત્તરમે બોલે સત્તર પ્રકારનો સંયમ કહે છે : પૃથ્વીકાયની દયા પાળવી તે સંયમ ૧, અપકાયની દયા પાળવી તે સંયમ ૨, તેઉકાયની ૩, વાયુકાયની ૪, વનસ્પતિકાયની ૫, બેઈદ્રિયની