________________
છ કાયના બોલ
૭૩
રાજાની પેરે, ૯. રોગ આવે હાય વોય ન કરે તો પરમ કલ્યાણ થાય અનાથી નિગ્રંથની પેરે, ૧૦. પરિષહ આવ્યે સમભાવ રાખે તો પરમ કલ્યાણ થાય મેતારજ મુનિની પેરે, ૧૧. તૃષ્ણા ઉત્પન્ન થઈ તેને પાછી વાળે તો પરમ કલ્યાણ થાય કપિલ કેવળીની પેરે, ૧૨. ૧૩ તેરમે બોલે તેર તણખા કહે છે - જન્મરૂપી રૂ અને મરણરૂપી તણખો, ૧. સંજોગરૂપી રૂ અને વિયોગરૂપી તણખો, ૨. શાતારૂપી રૂ અને અશાતારૂપી તણખો, ૩. સંપદા રૂપી રૂ અને આપદારૂપી તણખો, ૪. હરખરૂપી રૂ અને શોક રૂપી તણખો, ૫. શીલરૂપી રૂ અને કુશીલરૂપી તણખો, ૬. જ્ઞાનરૂપી રૂ અને અજ્ઞાનરૂપી તણખો, ૭. સમકિતરૂપી રૂ અને મિથ્યાત્વરૂપી તણખો, ૮. સંજમરૂપી રૂ અને અસંજમરૂપી તણખો, ૯. તપસ્વી રૂપી રૂ અને ક્રોધરૂપી તણખો, ૧૦. વિવેકરૂપી રૂ અને અભિમાનરૂપી તણખો, ૧૧. સ્નેહરૂપી રૂ અને માયારૂપી તણખો, ૧૨. સંતોષરૂપી રૂ અને લોભરૂપી તણખો, ૧૩. એ તેર તાખા, હવે તેર કાઠીઆ' કહે છે. જુગાર, ૧. આળસ, ૨. શોક, ૩. ભય, ૪. વિકથા, ૫. કૌતુક ૬, ક્રોધ, ૭. કૃપણ બુદ્ધિ, ૮. અજ્ઞાન, ૯. વહેમ, ૧૦. નિદ્રા, ૧૧. મદ, ૧૨. મોહ, ૧૩. એ તેર કાઠીઆ. ૧૪, ચૌદમે બોલે વ્યાખ્યાન સાંભળનારનાં ૧૪ ગુણ કહે છે. ભક્તિવંત હોય, ૧. મીઠા બોલો હોય, ૨. ગર્વરહિત હોય, ૩. સાંભળ્યા ઉપર રૂચિ હોય, ૪. ચપળતારહિત એકાગ્ર ચિત્તે સાંભળનાર હોય, ૫. જેવું સાંભળે તેવું પૂછનારને બરાબર કહે, ૬. વાણીને પ્રકાશમાં લાવનાર હોય, ૭. ઘણાં શાસ્ત્ર સાંભળીને તેના રહસ્યનો જાણ હોય, ૮. ધર્મકાર્યમાં આળસ ન કરનાર હોય, ૯. ધર્મ સાંભળતાં નિદ્રા ન કરનાર હોય, ૧૦. બુદ્ધિવંત હોય, ૧૧. દાતાર ગુણ હોય, ૧૨ જેની પાસે ધર્મ સાંભળે તેના ગુણનો ૧. કાઠીઆ = અંતરાય ઉત્પન્ન કરે.
-
-
-
-