________________
૭૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૨. પુષ્ય, ૩. પૂર્વા ભાદ્રપદ્, ૪. પૂર્વાષાઢા, ૫. પૂર્વાફાલ્ગુની, ૬. મૂળ, ૭. અશ્લેષા, ૮. હસ્ત, ૯. ચિત્રા, ૧૦. એ દશ નક્ષત્રમાં જ્ઞાન ભણે તો વૃદ્ધિ થાય ને વિઘ્ન જાય, ૧૧. અગિયારમે બોલે મહાવીરનાં ૧૧ ગણધરના નામ કહે છે ઇંદ્રભૂતિ, ૧. અભૂિતિ, ૨. વાયુભૂતિ, ૩. વ્યક્ત, ૪. સુધર્મા સ્વામી, ૫. મંડિત પુત્ર, ૬. મૌર્યપુત્ર, ૭. અંપિત, ૮. અચળ ભ્રાતા, ૯. મેતાર્ય, ૧૦. પ્રભાસ., ૧૧. અગિયાર બોલે જ્ઞાન વધે તે કહે છે. ઉદ્યમ કરતાં જ્ઞાન વધે, ૧. નિદ્રા તજે તો જ્ઞાન વધે, ૨. ઉણોદરી કરે તો શાન વધે, ૩. થોડું બોલે તો જ્ઞાન વધે, ૪. પંડિતની સોબત કરે તો જ્ઞાન વધે, ૫. વિનય કરે તો જ્ઞાન વધે, ૬. કપટરહિત તપ કરે તો શાન વધે, ૭. સંસાર અસાર જાણે તો શાન વધે, ૮. માંહોમાંહી ચર્ચા-વાર્તા કરે તો જ્ઞાન વધે, ૯. જ્ઞાની પાસે ભણે તો શાન વધે, ૧૦. ઇંદ્રિયોના વિષયનો ત્યાગ કરે તો શાન વધે, ૧૧. મૂળ નક્ષત્રના અગિયાર તારા છે, ૧૨. બારમે બોલે બાર કારણે આત્માનું પરમ કલ્યાણ થાય તે કહે છે. સમકિત નિર્મળ પાળે તો આત્માનું પરમ કલ્યાણ થાય. શ્રેણિક રાજાની પેરે, ૧. નિયાણારહિત કરણી કરે તો પરમ કલ્યાણ થાય-તામલી તાપસની પેરે, ૨. મન વચન કાયાના જોગ કબજે રાખે તો પરમ કલ્યાણ થાય. ગજસુકુમાર મુનિની પેરે, ૩. છતી શક્તિએ ક્ષમા કરે તો પરમ કલ્યાણ થાયપરદેશી રાજાની પેરે, ૪. પાંચ ઇંદ્રિયનું દમન કરે તો પરમ ધર્મરૂચિ અણગારની પેરે, પ. સાધુનો શુદ્ધ
કલ્યાણ થાય
આચાર પાળે તો પરમ કલ્યાણ થાય
ધન્ના અણગારની પેરે,
-
૬. ધર્મ ઉપર શ્રદ્ધા પ્રતીતિ રાખે તો પરમ કલ્યાણ થાય.
વરૂણ નાગ નટુઆના
પરમ કલ્યાણ થાય
મિત્રની પેરે, ૭. માયા કપટ છાંડે તો મલ્લિનાથના છ મિત્રની પેરે, ૮. આશ્રવમાં સંવર નીપજાવે તો પરમ કલ્યાણ થાય સંત
-
-
-
-