________________
૭૧
છ કાયના બોલ રોકે તો રોગ ઉપજે, પ. પેશાબ રોકે તો રોગ ઉપજે, ૬. ઘણું ચાલે તો રોગ ઉપજે, ૭. અણગમતી વસ્તુ ભોગવે તો રોગ ઉપજે, ૮ વારંવાર વિષય સેવે તો રોગ ઉપજે, ૯. નવ બોલ સમજવાના કહ્યા તે કહે છે. રજપૂતને ક્રોધ ઘણો, ૧. ક્ષત્રિયને માન ઘણું, ૨. ગણિકાને માયા ઘણી, ૩. બ્રાહ્મણને લોભ ઘણો, ૪. મિત્રને રાગ ઘણો, ૫. શોંને દ્વેષ ઘણો, ૬. જુગારીને શોચ ઘણો, ૭. ચોરની માતાને ચિંતા ઘણી, ૮. કાયરને ભય ઘણો, ૯. દશમે બોલે નારકીના જીવને દશ પ્રકારની વેદના કહે છે. અનંતી ભૂખ, ૧. અનંતી તરસ, ૨, અનંતી ટાઢ, ૩. અનંતી ગરમી, ૪. અનંતો દાહ ૫. અનંતો ભય, ૫. અનંતો જ્વર, ૭. અનંતી ખરજ, ૮. અનંતું પરવશપણું, ૯. અનંતોશોક, ૧૦. દશપ્રકારે શ્રાવકને પસ્તાવું પડે તે કહે છે. સાધુની જોગવાઈ હોય અને પ્રશ્નાદિક પૂછે નહિ તો સાધુ વિહાર કર્યા પછી પસ્તાવું પડે, ૧. વખાણવાણી સાંભળે નહિ તો પસ્તાવું પડે, ૨. સામાયિક-પ્રતિક્રમણ કરે નહિ તો પસ્તાવું પડે, ૩. આહાર પાણી અસુઝતો હોય તો પસ્તાવું પડે, ૪. ભણવાની જોગવાઈ હોય અને ભણે નહિ તો પસ્તાવું પડે, ૫. સ્વધર્મીની ખબર લે નહિ તો પસ્તાવું પડે, ૬. ધર્મ જાગરણ જાગે નહિ તો પસ્તાવું પડે, ૭. સાધુની વિનયભક્તિ કરે નહિ તો પસ્તાવું પડે, ૮. સાધુની સાર સંભાળ લે નહિ તો પસ્તાવું પડે, ૯. સાધુ વિહાર કરી જાય ને ખબર ન પડે તો પસ્તાવું પડે, ૧૦. દશ કારણે દેવતાનું આયુષ્ય બંધાય. ૧. અલ્પકષાયી હોય, ૨. નિર્મળ સમ્યકત્વ પાળે, ૩. શ્રાવકનાં વ્રત શુદ્ધ પાળે, ૪. ગત વસ્તુ - ઈષ્ટ વિયોગની ચિંતા કરે, ૫. ધર્માત્માની ભક્તિ કરે, ૬. દયા-દાનની વૃદ્ધિ કરે, ૭ જૈન ધર્માનુરાગી હોય, ૮. બાલતપ કરે, ૯. અકામ નિર્જરા કરે, ૧૦, સાધુનાં વ્રત શુધ્ધ પાળે. દશ પ્રકારે જ્ઞાનમાં વૃદ્ધિ કરનાર નક્ષત્રના નામ : મૃગશર, ૧. આર્કા,