________________
૫૮
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ એવં કુલ પચીશ જાતિના ભવનપતિ કયાં રહે છે ? પહેલી નરકે એક લાખ ને અઠોતેર હજાર જોજનની પોલાર છે, તે મધ્યે બાર અંતરો છે, તેમાંના નીચેના દશ અંતરોમાં ભવનપતિને રહેવાનાં ભવન છે.
બીજે વાણવ્યંતરના ભેદ. વાણવ્યંતરના ૨૬ ભેદ. ૧ સોળ જાતિના દેવ, ૨ દશ જાતિના જંબિકા, એવં ૨૬.
૧ સોળ જાતિના વ્યંતર દેવ તે, ૧ પિશાચ, ૨ ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ કિપુરૂષ, ૭ મહોરગ, ૮ ગંધર્વ ૯ આણપત્રી, ૧૦ પાણપત્રી, ૧૧ ઇસીવાઈ, ૧૨ ભૂઈવાઈ, ૧૩ કંદીય, ૧૪. મહાકંદીય, ૧૫ કોહંડ, ૧૬ પયંગદેવ. એવં સોળ જાતિના વ્યંતરદેવ.
૩ દશ જાતિના જંભિકા તે, ૧ આણ ભિકા, ૨ પાણ જૈભિકા, ૩ લયન બ્રેમિકા, ૪ શયન ઝુંબિકા, ૫ વસ્ત્ર બ્રેમિકા, ૬ ફૂલ જંભિકા ૭ ફલ જંબિકા, ૮ બીય જંભિકા, ૯ વિદ્યુત જંભિકા ૧૦ અવિયત (ઘરવખરીનાં) જૈભિકા, એવં દશ જાતિના જંભિકા એ ૨૬ જાતિના વાણવ્યંતર ક્યાં રહે છે ? પૃથ્વીનું દળ એક હજાર જોજનનું છે, તે મધ્યેથી સો જોજનનું દળ હેઠે મૂકીએ, સો જોજન દળ ઉપર મૂકીએ, વચ્ચે આઠમેં જોજનની પોલાર છે. તે મધ્યે સોળ જાતિના વ્યંતરનાં નગર છે તે નાનાં ભરતક્ષેત્ર જેવડા છે, તેથી મોટાં મહાવિદેહ ક્ષેત્ર જેવડાં છે, તેથી મોટા જંબુદ્વીપ જેવડાં છે, તે વ્યંતરના નગર જાણવાં, જે દશ જાતિના ફ્રંભિકા દેવ છે તે, પૃથ્વીનું સો જોજનનું દળ ઉપરનું છે, તેમાં દશ વૃંભિકા દેવ છે તે, પૃથ્વીનું સો જજનનું દળ ઉપરનું છે, તેમાં દશ જોજન નીચે મૂકીએ, દશ જોજન ઉપર મૂકીએ, વચ્ચે એંશી એજનની પોલાર છે તેમાં રહે છે તે જંભિકા સંધ્યા વેળાએ, મધ્ય રાત્રિએ સવારે, બપોરે, અસ્તુ, અસ્તુ કરતા
* છંભકા-માલિક દેવો