________________
૫૭
છ કાયના બોલ
ત્રીજે મનુષ્યના ભેદ મનુષ્યના બે ભેદ. ૧ ગર્ભજ, ૨ સંમૂર્ણિમ.
ગર્ભજના ત્રણ ભેદ. ૧ પંદર કર્મભૂમિના મનુષ્ય, ૨ ત્રીશ અકર્મભૂમિના મનુષ્ય, ૩ છપ્પન અંતરદ્વીપના મનુષ્ય.
સંમૂર્ણિમ મનુષ્યના ભેદ મનુષ્ય સંમૂર્ણિમ તે મનુષ્ય ગર્ભજના ૧૦૧ ક્ષેત્રમાં, ૧૪ સ્થાનકમાં ઉપજે છે;
૧ ગર્ભજ મનુષ્યની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની. ૨ સંમૂર્ણિમ મનુષ્યની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તની. મનુષ્યના કુળ બાર લાખ ક્રોડ છે. ઈતિ મનુષ્યના ભેદ.
ચોથે દેવના ભેદ દેવના ચાર ભેદ. ૧ ભવનપતિ, ૨ વાણવ્યંતર, ૩ જ્યોતિષી, ૪ વૈમાનિક.
પ્રથમ ભવનપતિના ભેદ. ભવનપતિના ૨૫ ભેદ. ૧ દશ અસુર કુમારાદિક, ૨ પંદર પરમાધામી, એવં ૨૫.
૧ દશ અસુર કુમારાદિકનાં નામ. ૧ અસુર કુમાર, ૨ નાગ કુમાર, ૩ સુવર્ણ કુમાર, ૪ વિદ્યુત્ કુમાર, ૫ અગ્નિ કુમાર, ૬ લીપ કુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિશા કુમાર, ૯ વાયુ (પવન) કુમાર, ૧૦ સ્વનિત કુમાર,
૨ પંદર પરમાધામીનાં નામ. ૧ અંબ ૨ અંબરિસ, ૩ શામ, ૪ સબલ ૫ રૂદ્ર, ૬ વૈરૂદ્ર, ૭ કાલ, ૮ મહાકાલ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ, ૧૧ કુંભ, ૧૨ વાલુ, ૧૩ વૈતરણી, ૧૪ ખરસ્વર, ૧૫ મહાઘોષ, એવં પંદર.