________________
૫s
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ચોથે ભુજપરિસર્પના ભેદ. જે ભુજાએ કરી ચાલે તેને ભુજપરિસર્પ કહિયે. તે જીવ, ૧ કોળ, ૨ નોળ, ૩ ઉંદર ૪ ખિસકોલી, ૫ બ્રાહ્મણી, ૬ ગરોળી, ૭ કાકીડો, ૮ ચંદન ઘો, ૯ પાટલા ઘો ઈત્યાદિક ભુજપરિસર્પના ઘણા ભેદ છે તેના કુળ નવ લાખ ક્રોડ છે. - પાંચમે ખેચર. જે જીવ આકાશે ઉડે તેને ખેચર કહિયે. તે ખેચરના ૪ ભેદ. ૧ ચમ પંખી, ૨ રોમ પંખી, ૩ સમુદ્ગ પંખી, ૪ વતત પંખી.
૧ ચમે પંખી. તે ચામડા સરખી પાંખ હોય તેવા જીવ. ૧ વાગોલો, ૨ ચામાચીડિયાં (કાનકડીયાં) ઈત્યાદિક ચર્મ પંખીના ઘણા ભેદ છે.
૨ રોમ પંખી તે સુંવાળી પાંખના પંખી હોય તેને રોમ પંખી કહિયે. તે જીવ, ૧ મોર, ૨ કબુતર, ૩ ચકલાં ૪ કાગડા, ૫ કાબર, ૬ મેના, ૭ પોપટ, ૮ સમળી, ૯ બગલાં, ૧૦ કોયલ. ૧૧ ઢેલ, ૧૨ શકરા, ૧૩ હોલા, ૧૪ શુડા, ૧૫ તેતર, ૧૬ બાજ, ઈત્યાદિ રોમ પંખીના ઘણા ભેદ છે. એ બે પંખી અઢી દ્વીપની અંદર છે અને બહાર પણ છે.
૩ સમુદ્રગ પંખી તે ડાબલાની પેઠે જેની પાંખ બીડેલ રહે તેવા જીવ.
૪ વીતત પંખી, તે જેની પાંખ પહોળી જ રહે, તેવાં પંખી. એ બે પંખી અઢી દ્વીપ બહાર છે. તેના કુળ બાર લાખ ક્રોડ છે. ગર્ભજ તિર્યંચની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની; સંમૂર્ણિમ તિર્યંચની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટ પૂર્વ ક્રોડની*. વિસ્તાર દંડકથી જાણવો. ઈતિ તિર્યંચના ભેદ સંપૂર્ણ. * ક્રોડ પૂર્વથી અધિક સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને
જુગલિયા કહે છે.