________________
છ કાયના બોલ એક ખુરના ઘણા ભેદ છે, .
બે ખુર તે જેના પગે બે ખરી હોય છે, તેના જીવ; ૧ ગાય, ૨ ભેંસ, ૩ બળદ, ૪ બકરાં, ૫ હરણ, ૬ રોઝ, ૭ સસલાં, ઈત્યાદિક બે ખુરના ઘણા ભેદ છે.
ચંડીપદ તે જેના પગ ગોળ હોય તે જીવ. ૧ હાથી, ૨ ગેંડા, ઈત્યાદિક ગંડીપદ ના ઘણા ભેદ છે. ૩.
થાનપદ જેના પગ નોરવાળા હોય તે જીવ. ૧ વાઘ. ૨ સિંહ, ૩ ચિત્તા, ૪ દીપડા, ૫ કુતરા, ૬ બિલાડી, ૭ લાલી ૮ શિયાળ, ૯ જરખ, ૧૦ રીંછ, ૧૧ વાંદરાં, ઈત્યાદિક શ્વાનપદના ઘણા ભેદ છે. એ સ્થળચરના ભેદ સંપૂર્ણ. તેના કુળ દશ લાખ ક્રોડ છે. - ત્રીજે ઉરપરિસર્પના ભેદ. ઉરપરિસર્પ તે હૈયાભર ચાલે તે (સર્પની જાત) ને ઉરપરિસર્પ કહિયે. તેના ૪ ભેદ. ૧ અહિ, ૨ અજગર, ૩ અશાલિયો, ૪ મહુરગ, એ ચાર.
પ્રથમ અહિ, તે પાંચવર્ણા સર્પ. ૧ કાળો, ૨ નીલો, ૩ રાતો, ૪ પીળો, ૫ ધોળો.
બીજે અજગર તે, મનુષ્યને ગળી જાય તે.
ત્રીજે અશાલિયો તે, બે ઘડીમાં ૪૮ ગાઉ લાંબો થાય, ચક્રવર્તીની રાજ્યધાની તળે, અથવા નગરની ખાળ હેઠે ઉપજે. તેને ભસ્મ નામા દાહ થાય, તે ૪૮ ગાઉની માટી ગળી જાય, તેટલામાં કૂવો પાડે તેને અશાલિયો કહિયે.
ચોથે મહુરગ તે, એક હજાર જોજનનો લાંબો સર્પ અઢી દ્વિીપ બહાર રહે તેને મહુરગ કહિયે.
- ઉરપરિસર્પના કુળ દશ લાખ ક્રોડ છે ઇતિ ઉરપરિસર્પના ભેદ સંપૂર્ણ.