SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ એ સાત નરકનાં ગોત્ર ગુણ નિષ્પન્નથી છે તે શું શું ગુણ છે, તે. ૧ રત્નપ્રભામાં રત્નના કુંડ છે. ૨ શર્કરપ્રભામાં મરડીયા પાણા છે. ૩ વાલુકપ્રભામાં વેળુ છે. ૪ પંકપ્રભામાં લોહી માંસના કાદવ જેવા પુગલો છે. ૫ ધૂમ્રપ્રભામાં ધૂમાડો છે. ૬ તમપ્રભામાં અંધકાર છે. ૭ તમતમમ્ પ્રભામાં અંધકારમાંહિ અંધકાર છે. નારકીની સ્થિતિ, જઘન્ય દશ હજાર વર્ષની, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની તેનાં કુળ પચીસ લાખ ક્રોડ જાણવા. ઇતિ નરકનો વિસ્તાર સંપૂર્ણ, બીજે તિર્યંચનો વિસ્તાર. તિર્યંચના પાંચ ભેદ. ૧ જળચર, ૨ સ્થળચર, ૩ ઉરપરિસર્પ, ૪ ભુજપરિસર્પ, ૫ ખેચર, એ પાંચ ભેદ. એકેકાના બબ્બે ભેદ તે, સંમૂર્ણિમ, ૨ ગર્ભજ, એ બે ભેદ. પ્રથમ જળચરના ભેદ. જે જળમાં ચાલે તેને જળચર કહિયે. તે જીવ, ૧ મચ્છ, ૨ કચ્છ, ૩ મગરમચ્છ, ૪ કાચબા ૫ ગ્રાહ, ૬ દેડકા, ૭ સુસુમાલ, ઈત્યાદિક જળચરના ઘણા ભેદ છે. તેના કુળ સાડાબાર લાખ ક્રોડ છે. બીજે સ્થળચરના ભેદ. સ્થળ ઉપર ચાલે તેને સ્થળચર કહિયે. તે સ્થળચરના ચાર ભેદ. ૧ એક ખુર, ૨ બે ખુર, ૩ ચંડીપદ, ૪ શ્વાનપદ; તેમાં એક ખુર તે જેના પગે એક ખરી હોય તે જીવ; ૧ ઘોડા, ૨ ગધેડાં, ૩ ખચ્ચર ગધેડાં, ઈત્યાદિ
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy