SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ છ કાયના બોલ ૫૩. બીજે તેઈદ્રિયના ૨ ભેદ “અપર્યાપ્તા અને પર્યાપ્તા” તેઈદ્રિય તે ૧ કાય, ૨ મુખ, ૩ નાસિકા, એ ત્રણ ઈદ્રિય હોય તેને તેઈદ્રિય કહીએ તેના જીવ તે, ૧ જૂ ર લીખ, ૩ માંકડ, ૪ ચાંચડ, ૫ કંથવા, ૬ ધનેડા, ૭ ઉધઈ, ૮ ઝિમેલ ૯ ભુંડ, ૧૦ કીડી, ૧૧ મકોડા, ૧૨ જીંધોડા, ૧૩ જુઆ, ૧૪ ગધેયાં, ૧૫ કાનખજુરા, ૧૬ સવા, ૧૭ મમોલા, એ આદિ તેઈદ્રિયના ઘણા ભેદ છે. તેનું આયુષ્ય જઘન્ય અંતર્મુહર્તનું, ઉત્કૃષ્ટ ઓગણપચાસ દિવસનું. તેના કુળ આઠ લાખ ક્રોડ છે. ત્રીજે ચૌરેંદ્રિયના ૨ ભેદ અપર્યાપ્તા અને પર્યાપ્ત ચૌરેંદ્રિય તે ૧ કાય, ૨ મુખ, ૩ નાસિકા ૪ ચક્ષુ, એ ચાર ઈદ્રિય હોય તેને ચૌરેંદ્રિય કહિયે; તેના જીવ ૧ વાંદા ૨ ભમરા ૩ ભમરી ૪ વિંછી, ૫ માખી, ૬ તીડ, ૭ પતંગ, ૮ મચ્છર, ૯ મસલા ૧૦ ડાંસ, ૧૧ મંસ, ૧૨ તમરાં, ૧૩ કરોળિયા, ૧૪ કંસારી ૧૫ તીડ ગોડા, ૧૬ જુદાં ૧૭ ખપેડી, ૧૮ બગાઈ, ૧૯ રૂપેલી એ આદિ ચૌરેન્દ્રિયના ઘણા ભેદ છે. તેનું આયુષ્ય જઘન્ય અંતર્મુહુતનું ઉત્કૃષ્ટ છ માસનું તેના કુળ નવ લાખ ક્રોડ છે. ચોથે પંચેન્દ્રિયના ભેદ. પંચેઈદ્રિય તે ૧ કાય, ૨ મુખ ૩ નાસિકા, ૪ નેત્ર, ૫ કાન, એ પાંચ ઈદ્રિય હોય તેને પંચેન્દ્રિય કહીયે તેના ચાર ભેદ. ૧ નારકી, ૨ તિર્યંચ ૩ મનુષ્ય, ૪ દેવ. પ્રથમ નારકીના ભેદ. નારકીના સાત ભેદ. તે સાત નરકના નારકી. સાત નરકનાં નામ. ૧ ધમા, ૨ વંશા, ૩ શિલા, ૪ અંજના ૫ રીષ્ટા, ૬ મઘા, ૭ માઘવતી, એ સાત નરકના નામ. સાત નરકનાં ગોત્ર. ૧ રત્નપ્રભા, ૨ શર્કરપ્રભા ૩ વાલુકપ્રભા ૪ પંકપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમસ પ્રભા ૭ તમતમત્ પ્રભા
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy