________________
પર
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
છે, તેને સાધારણ કહીએ. કંદમૂળ એક સોયની અગ્ર ઉપર રહે, એટલામાં અસંખ્યાતા પ્રતર છે. એકેકા પ્રતરમાં અસંખ્યાતી શ્રેણી છે, એકેકી શ્રેણીમાં અસંખ્યાતા ગોળા છે, એકેકા ગોળામાં અસંખ્યાતા શરીર છે, એકેકા શરીરમાં અનંત અનંત જીવ છે; એ સાધારણ વનસ્પતિના ભેદ જાણવા. એ વનસ્પતિકાયની યા પાળીએ, તો આ ભવ ને પરભવ નિરાબાધ પરમસુખ પામીએ. વનસ્પતિકાયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ દશહજાર વર્ષનું, તેમાં નિગોદનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું, ચવે ને ઉપજે, વનસ્પતિ કાયનું સંસ્થાન વિવિધ પ્રકારનું છે. તેનાં કુળ ૨૮ લાખ ક્રોડ જાણવા. ઇતિ વનસ્પતિકાયના ભેદ.
છઠે ત્રસકાયના ભેદ
ત્રસકાય તે, જે જીવ (ત્રસ એટલે હાલી ચાલી શકે) તડકેથી છાંયે જાય ને છાંયેથી તડકે જાય તેને ત્રસકાય કહિયે. તેના ચાર ભેદ. ૧ બેઈન્દ્રિય, ૨ તેઇન્દ્રિય, ૩ ચૌરેન્દ્રિય, ૪ પંચેન્દ્રિય.
બેઇંદ્રિયના ૨ ભેદ અપર્યાપ્તા અને પર્યાપ્તા' બેઈદ્રિય તે ૧ કાય ૨ મુખ, એ બેઈન્દ્રિય હોય તેને બેઈદ્રિય કહીએ. તેના જીવ તે, ૧ શંખ, ૨ કોડી, ૩ છીપ, ૪ જળો, ૫ કીડા, ૬ પોરા, ૭ વાળા, ૮ અળસીયાં ૯ કરમીયાં, ૧૦ ચરમિયાં, ૧૧ કાતરા, ૧૨ ચુડેલ, ૧૩ મેર, ૧૪ એળ, ૧૫ વાંતરા, ૧૬ લાળીયા, એ આદિ બેઈદ્રિયના ઘણા ભેદ છે. બેઈદ્રિયનું આયુષ્ય જઘન્ય અતંર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ બાર વર્ષનું. તેના કુળ સાત લાખ ક્રોડ છે.