SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ છ કાયના બોલ બાવટો, ૯ કાંગ, ૧૦ ચિપ્પોઝિણો, ૧૧ કોદરા, ૧૨ મકાઈ એ આદિ લાસાના ઘણા ભેદ છે. બીજે કઠોળ તે, ૧ મગ ૨ મઠ ૩ અડદ, ૪ તુવેર ૫ ઝાલર, ૬ વટાણા, ૭ ચોળા, ૮ ચણા, ૯ લાંગ, ૧૦ કળથી, ૧૧ મસુર, ૧૨ અળસી એ આદિ કઠોળના ઘણા ભેદ છે. એ લાસાને કઠોળના ઘણા ભેદ છે. એ લાસાને કઠોળ મળીને ૨૪ જાતિનાં ધાન્ય તેને ઔષધિ કહીયે. ૧૦. અગિયારમે જલવૃક્ષ તે, ૧ પોયણા, ૨ કમલ પોયણા, ૩ વીતેલા, ૪ સિંઘોડા, ૫ સેવાળ, ૬ કમળકાકડી એ આદિ જલવૃક્ષના ઘણા ભેદ છે. ૧૧. બારમે કોસંડા તે, ૧ બિલાડીની બલી, ૨ બિલાડીના ટોપ એ આદિ ભૂમિ ભેદી બહાર નીકળે તેવા કોસંડાના ઘણા ભેદ છે. ૧૨. એ બાર ભેદ જાણવા. પ્રત્યેક પાકામાં સંખ્યાતા જીવ છે. અધવધરામાં અસંખ્યાતા જીવ છે. કુમળામાં, ઉગતામાં, ચક્ર પડે તેમાં અનંત જીવ છે. પ્રત્યેક વનસ્પતિના વૃક્ષ દશ બોલે કરીને શોભે, તે દશ બોલ-૧ મૂળ, ૨ કંદ, ૩ અંધ, ૪ ત્વચા, ૫ શાખા, ૬ પ્રવાલા ૭ પત્ર, ૮ ફૂલ, ૯ ફળ ૧૦ બીજ, એ દશ બોલે કરીને શોભે. એ પ્રત્યેક વનસ્પતિના ભેદ કહ્યા. બીજે સાધારણ વનસ્પતિના ભેદ. કંદમૂળની જાતિને સાધારણ વનસ્પતિ કહિયે. તે ૧ લસણ ૨ ડુંગળી, ૩ આદુ, ૪ સૂરણ, પ રતાળુ, ૬ પંડાલુ, ૭ બટાટા ૮ થેક, ૯ સકરકંદ, ૧૦ મૂળાના કંદ, ૧૧ નીલી હળદર, ૧૨ નીલી ગળી, ૧૩ ગાજર, ૧૪ અંકુરા, ૧૫ ખુરસાંણી, ૧૬ કુંવર, ૧૭ મોચ્ચ, ૧૮ અમૃતવેલ, ૧૯ થોહર, ૨૦ બીડ, ૨૧ અડવીના ગાંઠીયા, ૨૨ ગરમર, એ આદિ કંદમૂળના ઘણા ભેદ ૧. અધવક-કાચું, જ્યાં જ્યાં લીલાશ છે ત્યાં. દા.ત. કોથમરીનાં પાન, ફણસી આદિશાકની ઉપરની છાલ
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy