________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૪.
૪ ભોંઈલતા, ૫ પદ્મલતા, એ આદિ લતાના ઘણા ભેદ છે. પાંચમે વેલા તે, જે વનસ્પતિના વેલા ચાલે તેને વેલા કહિયે. તે ૧ આરિયાના વેલા, ૨ તુરીયાના વેલા, ૩ કારેલાના વેલા, ૪ કંકોડાના વેલા, ૫ કોળાનાં વેલા, ૬ કોઠિંબડાના વેલા, ૭ તુંબડાના વેલા, ૮ દુધીના વેલા, ૯ ચણક ચીભડીના વેલા, ૧૦ ચણોઠીના વેલા, એ આદિ વેલાના ઘણા ભેદ છે. ૫.
૫૦
છઠે પાવગ તે, જે ગાંઠાળાં ઝાડ હોય તેને પાવગ કહિયે. તે ૧ શેરડી, ૨ એરડી, ૩ સરકડ, ૪ સાંઠો, ૫ નેતર, ૬ વાંસ, એ આદિ પાવગના ઘણા ભેદ છે. ૬.
સાતમે તૃણ તે, ૧ ડાભડાનાં તૃણ', ૨ આરાતારાનાં તૃણ, ૩ કડવાળીનાં તૃણ, ૪ ઝેઝવાનાં તૃણ, ૫ ધરોનાં તૃણ, ૬ કાલીયાનાં તૃણ, એ આદિ તૃણના ઘણા ભેદ છે. ૭.
આઠમે વલીયા તે, ઉંચા ને ગોળ ઝાડ હોય તેને વલીયા કહિયે. તે. ૧ સોપારીનાં ઝાડ, ૨ ખારેકનાં ઝાડ, ૩ ખજુરનાં ઝાડ, ૪ કેળનાં ઝાડ, ૫ તજનાં ઝાડ, ૬ એલાયચીનાં ઝાડ, ૭ લવીંગના ઝાડ, ૮ તાડનાં ઝાડ, ૯ તમાલનાં ઝાડ, ૧૦ નાળીયેરીનાં ઝાડ, એ આદિ વલીયાના ઘણા ભેદ છે. ૮.
નવમે હરિતકાય તે, ભાજીની જાતિને હરિતકાય કહિયે. ૧ મુળાની ભાજી, ૨ મેથીની ભાજી, ૩ તાંદળજાની ભાજી, ૪ સુવાની ભાજી, ૫ લુણીની ભાજી,૬ અફીણની ભાજી, એ
આદિ હરિતકાયના ઘણા ભેદ છે. ૯.
૨
દશમે ઔષધિ તે, ચોવીશ જાતિનાં ધાન્યને ઔષધિ કહિયે.
તે ધાન્યના બે ભેદ; ૧ લાસા, ૨ કઠોળ; તેમાં લાસા તે ૧ ઘઉં, ૨ જવ, ૩ જુવાર, ૪ બાજરી, ૫ ડાંગર ૬ વી, ૭ બંટી, ૮
૧. તૃણ = ઘાસ
૨. ઔષધિ
=
રોગ મટાડે, ભૂખ મટાડે, તે ધાન્યને ઔષધિ કહે છે