________________
છ કાયના બોલ
૪૯ વનસ્પતિકાયના બે ભેદ. ૧ સૂક્ષ્મ ૨ બાદર. સૂક્ષ્મ તે, આખા લોકમાં ભર્યા છે. હણ્યા હણાય નહિ, માર્યા મરે નહિ, અગ્નિમાં બળે નહિ, પાણીમાં ડૂબે નહિ, નરે દેખાય નહિ, બે ભાગ થાય નહિ તેને સૂક્ષ્મ કહીએ.
બાદર, તે લોકના દેશ ભાગમાં ભર્યા છે. હણ્યા હણાય, માર્યા મરે, અગ્નિમાં બળે, પાણીમાં ડૂબે, નજરે દેખાય, બે ભાગ થાય તેને બાદર કહીએ. તે બાદર વનસ્પતિકાયના ૨ ભેદ. ૧ પ્રત્યેક, (એક શરીરમાં એક જીવ રહે તે.) ૨ સાધારણ. (એક શરીરમાં અનંત જીવ) તેમાં પ્રત્યેકના બાર ભેદ, તે ૧ વૃક્ષ, ૨ ગુછ, ૩ ગુલ્મ, ૪ લતા, ૫ વેલા, ૬ પાવગ, ૭ તૃણ, ૮ વળીયા, ૯ હરીતકાય, ૧૦ ઔષધિ, ૧૧ જલવૃક્ષ, ૧૨ કોસંડ, એ બાર.
૧ વૃક્ષ. વૃક્ષના બે ભેદ. ૧ એકઅ૪િ, ૨ બહુઅઢિ. એકઅઢિ તે એક ફળમાં એક બીજ હોય તેને એકઅઢિ કહીએ. તે ૧ હરડાં, ૨ બેડાં, ૩ આંબળાં, ૪ અરીઠા, ૫ ભીલામાં ૬ આસોપાલવ ૭ આંબો, ૮ મઉડો, ૯ રાયણ, ૧૦ જાંબુ, ૧૧ બોર, ૧૨ લીંબોળી એ આદિ એકઅઢિ (અસ્થિ)ના ઘણા ભેદ છે. બહુઅઢિ તે એક ફળમાં વધારે બીજ હોય તેને બહુઅલ્ટિ કહીએ. તે ૧ જામફળ, ૨ સીતાફળ, ૩ દાડમ, ૪ બીલાં, ૫ કોઠાં, ૬ કેરાં, ૭ લીંબુ, ૮ વડના ટેટા, ૯. પીપળનાં ટેટા એ આદિ બહુઅશ્વિના ઘણા ભેદ છે. ૧.
બીજે ગુછ તે, જે નીચાં ને ગોળ ઝાડ હોય તેને ગુછ કહીયે. ૧ રીંગણી, ૨ ભોરીંગણી, ૩ જવાસા, ૪ તુળસી, ૫ આવચીબાવચી, ઈત્યાદિ ગુછના ઘણા ભેદ છે. ૨,
ત્રીજે ગુલ્મ તે ફૂલની જાતને ગુલ્મ કહીયે, તે. ૧ જાઈ, ૨ જુઈ, ૩ ડમરો, ૪ મરવો, ૫ કેતકી, ૬ કેવડો, એ આદિ ગુલ્મના ઘણા ભેદ છે. ૩.
ચોથે લતા તે, ૧ નાગલતા, ૨ અશોકલતા, ૩ ચંપકલતા,