________________
૪૮
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
માર્યા મરે નહિ, પાણીમાં ડૂબે નહિ. અગ્નિમાં બળે નહિ, નજરે દેખાય નહિ, બે ભાગ થાય નહિ તેને સૂક્ષ્મ કહિયે.
બાદર તે, લોકના દેશ ભાગમાં ભર્યા છે. હણ્યા હણાય, માર્યા મરે, અગ્નિમાં બળે, પાણીમાં ડૂબે, નજરે દેખાય, બે ભાગ થાય તેને બાદર કહીએ,
તે બાદર વાયરાના ૧૭ ભેદ, ૧ પૂર્વ દિશાનો વાયરો, ૨ પશ્ચિમ દિશાનો વાયરો, ૩ ઉત્તર દિશાનો વાયરો, ૪ દક્ષિણ દિશાનો વાયરો, ૫ ઉર્ધ્વ દિશાનો વાયરો, ૬ અધોદિશાનો વાયરો, ૭ તિર્યક દિશાનો વાયરો, ૮ વિદિશાનો વાયરો. ૯ વાયુ ઝામી વાયરો, ૧૦ ઉકલીયો વાયરો, ૧૧ મંડલીયો વાયરો. ૧૨ ગુંજ વાયરો, ૧૩ ઝુંઝ વાયરો, ૧૪ સંવર્તક વાયરો, ૧૫ ઘન વાયરો, ૧૬ તનુ વાયરો, ૧૭ શુદ્ધ વાયરો.
એ ઉપરાંત વાયુકાયના ઘણા ભેદ છે. તે વાયરાના એક ફરકવા માંહી અસંખ્યાતા જીવ શ્રી ભગવંતે કહ્યા છે. તેમાંથી એકેકો જીવ નીકળીને વડના બીજ જેવડી કાયા કરે તો એક લાખ જોજનનો જંબુદ્વીપ છે, તેમાં સમાય નહિ. એક પર્યાપ્તની નેશ્રાએ અસંખ્યાત અપર્યાપ્ત છે. તે ઉઘાડે મોઢે બોલતાં, ચપટી વગાડતાં, ટાચકાં વગાડતાં, વીંજણે વા નાંખતાં, રેંટીયો ફેરવતાં, ફાળકો ફુંકારતાં, સુપ સોતાં, ખાંડણિયે ખાંડતાં, ઘંટીએ દળતાં, કલબલીયાં વગાડતાં, ઢોલકું વગાડતાં, પીપૂડું વગાડતાં, ઇત્યાદિક અનેક પ્રકારે વાયરાના અસંખ્યાતા જીવની ઘાત થાય છે, એવું જાણીને વાયરાના જીવની દયા પાળીએ તો આ ભવ ને પરભવ નિરાબાધ પરમ સુખ પામીએ. વાયુકાયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષનું છે. વાયુકાયના કુળ સાત લાખ ક્રોડ છે.
પાંચમે વનસ્પતિકાયના ભેદ